કોચ્ચિ : કેરળમાં પુરના કારણે હાહાકાર મચેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પુર પ્રભાવિત બે જિલ્લાનું હવાઇ સર્વેક્ષણ કર્યું. તેમણે સ્વિકાર્યું કે પરિસ્થિતી ખુબ જ ખરાબ છે. દરમિયાન કેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, શરૂઆતી ગણત્રી અનુસાર પુરના કારણે 8316 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, તત્કાલ રાહત અને પુર્નવાસ માટે 820 કરોડ રૂપિયાની વધારાની અને 400 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. પુર એટલું ખતરનાક છે કે, પુરના કારણે આશરે 20 હજાર ઘર સંપુર્ણ રીતે તબાહ થઇ ચુક્યા છે. પીડબલ્યુડીના અનુસાર 10 હજાર કિલોમીટર માર્ગ ખરાબ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળમાં હાલ પુરની પરિસ્થિતી ખુબ જ ભયાનક છે. વરસાદ અને પુરથી અહીં અત્યાર સુધી 37 લોકોનાં મોત થયા હોવાનાં સમાચાર છે. હજારો લોકો બેઘર થઇ ચુક્યા છે. કેન્દ્રીય ગૃહંત્રી રાજનાથ સિંહે રવિવારે કેરળનાં પુરપ્રભાવિત જિલ્લાઓનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું અને કહ્યું કે, રાજ્યમાં સ્થિતી ખુબ જ ગંભીર છે. તેમણે અભુતપુર્વ પુરના કારણે ઉત્પન્ન થયેલા પડકારોના ઉકેલ માટે કેન્દ્રની તરફથી રાજ્યમાં દરેક શક્ય મદદ ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યુ હતું. 


રાજનાથ સિંહે એર્નાકુલમ જિલ્લાનાં પારાવુરા તાલુકામાં એલાંતિકારામાં એક રાહત શિબિરમાં પ્રભાવિત લોકોને સંબોધિત કરતા આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીની સાથે મે પુરપ્રભાવિત વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ કર્યું અને હું તે પરિણામ સુધી પહોંચી કે કેરળમાં પુરના કારણે સ્થિતી ખુબ જ ગંભીર છે. તેમણે કહ્યું કે, હું રાજ્ય સરકારને આશ્વસ્ત કરવા માંગુ છું કે પુરના પડકારોના ઉકેલ માટે કેન્દ્ર સરકારની તરફથી દરેક સંભવ મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 



કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ સ્થિતીમાં કેન્દ્ર સરકાર રાજ્યની સરકારની સાથે સંપુર્ણ દ્ધઢતા સાથે ઉભી છે. સિંહે મુખ્યમંત્રી પી.વિજયન, કેન્દ્રીય મંત્રી અલ્ફોંસ કન્નતનમ, પ્રાંતના મંત્રી ઇ.ચંદ્રશેખરન અને રાજ્ય સરકારનાં અન્ય વરિષ્ઠ અધિકારીની હાજરીમાં આ આવત કરી હતી. તેમણે પુરમાં ઘર અને જમીન ખોવાયાની ફરિયાદ પણ સાંભળી. તેની પહેલા અહીં પહોંચ્યા બાદ રાજનાથ સિંહે કોચિન આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર વિજયન, રાજસ્વ મંત્રી, કૃષી મંત્રી વી.એસ સુનીલ કુમાર, જળ સંસાધન મંત્રી મૈથ્યૂ ટી થોમસ અને મુખ્ય સચિવ ટોમ જોસની સાથે બેઠક કરી. મંત્રીએ ઇડુક્કી અને એર્નાકુલમ જિલ્લાનાં પુર અને ભુસ્ખલન પ્રભાવિત વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું.