પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં કહ્યું છે કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન માન્ય નથી. કોર્ટે આ ટીપ્પણી એ અરજીને નકારી કાઢીને કરી હતી. જેમાં એક નવ દંપતિ યુગલ પોલીસ અને છોકરીના પિતાને તેમના વૈવાહિક જીવનમાં ખલેલ ન પહોંચાડવા નિર્દેશ આપવા કોર્ટનો સંપર્ક કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના કાળમાં મુસાફરી દરમિયાન રાકો ખાસ સાવધાની, આ Travel Tips લાગશે તમને કામ


કોર્ટે કહ્યું- અસ્વીકાર છે લગ્નના ઉદેશ્યથી ધર્મ પરિવર્તન
ન્યાયમૂર્તિ એમસી ત્રિપાઠીએ ગત મહીને પ્રિયાંશી ઉર્ફ સમરીન અને તેના જીવન સાથી દ્વારા દાખલ એક અરજી પર આ આદેશ જાહેર કર્યો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, તેમણે આ વર્ષ જુલાઇમાં લગ્ન કર્યા, પરંતુ છોકરીના પરિવારજનો તેમના વૈવાહિત જીવનમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. આ અરજીને નકારી કાઢી કોર્ટે કહ્યું કે, કોર્ટે દસ્તાવેજ જોયા બાદ જાણ્યું કે, છોકરીએ 29 જૂન, 2020ના તેનો ધર્મ પરિવર્તન કર્યો અને એક મહિના બાદ 31 જુલાઇ 2020ના તેના લગ્નની જેનાથી સ્પષ્ટ જાણવા મળે છે કે આ ધર્મ પરિવર્તન માત્ર લગ્ન માટે કરવામાં આવ્યું. કોર્ટે નૂર જહાં બેગમ કેસના સંદર્ભ ગ્રહણ કર્યો જેમાં 2014માં અલ્હાબાદ હાઇ કોર્ટે કહ્યું હતું કે, માત્ર લગ્નના ઉદેશ્યથી ધર્મ પરિવર્તન અસ્વીકાર્ય છે.


આ પણ વાંચો:- Indian Navyની એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ, લાંબા અંતરે પ્રહાર કરવામાં સક્ષમ


નૂરજહાં કેસ
નૂરજહાં બેગમના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી હતી જેમાં પરિણીત દંપતીને સુરક્ષાની માંગણી કરવાની પ્રાર્થના કરી હતી. કારણ કે આ કેસમાં યુવતી હિન્દુ હતી અને તેણે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા બાદ લગ્ન કર્યા હતા. તે કિસ્સામાં કોર્ટે પૂછ્યું, ઇસ્લામના જ્ઞાન અથવા તેમાં વિશ્વાસ અને વિશ્વાસ વિના મુસ્લિમ છોકરાના ઇશારે ફક્ત લગ્નના હેતુથી કોઈ હિન્દુ યુવતીને ધર્મપરિવર્તન કરવું કાયદેસર છે? કોર્ટે તે સમયે જવાબ ના આપ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube