Indian Navyની એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ, લાંબા અંતરે પ્રહાર કરવામાં સક્ષમ
Trending Photos
નવી દિલ્હી: જમીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય નૌસેના દરિયાઈ સુરક્ષા માટે પણ પોતાને મજબૂત કરી રહી છે. એવામાં સતત ઘાતક મિસાઇલલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની સફળતા ભારતની સૈન્ય શક્તિમાં વધારો કરી રહી છે. આ ક્રમમાં નૌસેનાએ શુક્રવારના વધુ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું, જેની સફળતાએ સમુદ્ર સીમાને અભેદ્ય હોવાની ખાતરી આપી છે.
#AShM launched by #IndianNavy Missile Corvette #INSPrabal, homes on with deadly accuracy at max range, sinking target ship. #StrikeFirst #StrikeHard #StrikeSure #हरकामदेशकेनाम pic.twitter.com/1vkwzdQxQV
— SpokespersonNavy (@indiannavy) October 23, 2020
મિસાઇલથી સાધ્યું નિશાન
પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતીય નૌસેના તરફથી શુક્રવારના એન્ટી શિપ મિસાઇલ ફાયર કરવામાં આવી હતી. નૌસેનાએએ ગાઇડેડ મિસાઇલ કાર્વેટ આઇએનએસ કોરાની મદદથી મિસાઇલને ફાયર કરી. બંગાળની ખાળીમાં ભારતીય નૌસેનાએ તેમનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ યોગ્ય ચોકસાઈની સાથે મહત્તમ સીમા સુધી લક્ષ્યને ટાર્ગેટ કરે છે.
ભારતીય નૌસેનાના પ્રવકતાએ શુક્રવારે એક ટ્વીટમાં કહ્યું, ભારતીય નૌસેનાના ગાઇડેડ મિસાઇલ કાર્વેટ INS કોરા દ્વારા ટાર્ગેટ એન્ટી શિપ મિસાઇલે બંગાળની ખાડીમાં એકદમ ચોક્કસ નિશાનની સાથે મહત્તમ સીમા સુધી લક્ષ્યને ટાર્ગેટ કર્યો છે.
#IndianNavy #MissionDeployed & #CombatReady.#StrikeFirst #StrikeHard #StrikeSure#हरकामदेशकेनाम https://t.co/hf8cn3IkXL pic.twitter.com/Q7gb1sov5y
— SpokespersonNavy (@indiannavy) October 30, 2020
ભારત સતત કરી રહ્યું છે મિસાઇલોનું પરીક્ષણ
આ પહેલા ભારતીય નૌસેનાએ 28 ઓક્ટોબરના પણ એક એન્ટી શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તે સમયે એન્ટી શિપ મિસાઇલને ભારતીય નૌસેનાના ફ્રન્ટલાઇન કોરવેટ આઇએનએસ પ્રબલ થી ફાયર કરવામાં આવી હતી. જેણે તેના નિશાના પર ચોક્કસ પ્રહાર કર્યો હતો.
ત્યારે 24 ઓક્ટોબરના ભારતે પોખરણમાં ત્રીજી પેઢીની એન્ટી ટેંક મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ કર્યું હતું. તેની ઘાતક ક્ષમતા 4થી 5 કિલોમીટરમાં આ મિસાઇલમાં હવાથી હવામાં અને જમીનથી હવામાં ફાયર કરવાની ક્ષમતા છે. આ મિસાલઇ દિવસ અને રાત બંને સમયે સક્રિય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે