કોહિમા: આજે 8 જૂનથી દેશભરમાં ધાર્મિક સ્થળ, હોટલ અને શોપિંગ મોલ ખુલવા જઇ રહ્યા છે. પરંતુ નાગાલેન્ડમાં તાજેતરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં નાગાલેન્ડ સરકારે નક્કી કર્યું છે કે પ્રદેશમાં 30 જૂન સુધી પ્રાર્થનાસ્થળો અને હોટલો બંધ રાખવામાં આવશે. તો બીજીએ તરફ કોરોના વાયરસના સંક્રમણના ખતરાને જોતાં ઓડિશાની બીજેડી સરકારે પણ એવો જ નિર્ણય કર્યો છે. ઓડિશામાં 30 જૂન સુધી ધાર્મિક સ્થળ અને હોટલો બંધ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે ધાર્મિક સ્થળો, હોટલો અને રેસ્ટોરન્ટને આજથી 8 જૂનથી ફરી ખોલવા માટે એસઓપી જાહેર કરી હતી. જેના હેઠળ આજથી દેશભરના ઘણા રાજ્યોમાં જન-જીવન ફરીથી સામાન્ય રીતે પાટા પર પરત ફરી શકશે. લોકો મંદિરમાં જઇ શકશે અને ફરવા માટે શોપિંગ મોલમાં પણ જઇ શકશે. 


નાગાલેન્ડના પ્રમુખ સચિવ (ગૃહ) અભિજીત સિન્હાએ રવિવારે સંવાદદાતાઓને જણાવ્યું કે નાગાલેન્ડના મુખ્ય સચિવ દ્વારા 4 મેના રોજ લોકડાઉનને લઇને જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશ આગામી આદેશ સુધી યથાવતર રહેશે. મુખ્ય સચિવ દ્વારા 4મેના રોજ જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું. તમામ પ્રાર્થનાસ્થળ જનતા માટે બંધ રહેશે અને ધાર્મિક સમારોહ પર સખતાઇથી પાબંધી રહેશે. આ પરિપત્ર રાજ્યમાં લોકડાઉનને વધારવા માટે જાહેર કરવામાં આવ્યો હતો. પરિપત્ર અનુસાર પોલીસકર્મીઓ, સરકારી અધિકારીઓ, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફસાયેલા લોકો માટે છોડીને રાજ્યમાં તમામ આતિથ્ય સેવાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડમાં મે મહિનાના અંત સુધી કોરોના વાયરસના કેસ મળ્યા ન હતા પરંતુ દેશના બીજા ભાગમાં તેના નિવાસીઓ પરત ફર્યા બાદ ઝડપથી કેસ વધી રહ્યા છે. રાજ્યમાં 25 મે સુધી ત્રણ કેસ હતા. તો બીજી તરફ સાત જૂનના રોજ તેની સંખ્યા વધીને 118 પહોંચી ગઇ છે. 110 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે આઠ લોકો સાજા થયા છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube