RBI Monetary Policy Meeting Update: રિઝર્વ બેંકની 5 જૂને શરૂ થયેલી એમપીસી મીટિંગનો આજે છેલ્લો દિવસ છે. આ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો વિશે આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસ તરફથી જાણકારી આપી હતી. જોકે લોકો આશા હતી કે કેન્દ્રીય બેંક રેપો રેટના દરમાં ઘટાડો કરવામાં આવશે પરંતુ તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 6.50 પર યથાવત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેપો રેટ 16 મહિનાથી આ સ્તર પર સ્થિર
આનો અર્થ એ થયો કે રેપો રેટ હજુ પણ 6.5 ટકા પર સ્થિર રહેશે. રિઝર્વ બેંકની તાકાતવર નાણાકીય નીતિ સમિતિની આ સતત 8મી બેઠક છે, જ્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ બેંકના MPCએ છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો અને પછી તેને વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. એટલે કે રેપો રેટ 16 મહિનાથી સમાન સ્તરે સ્થિર રહ્યો છે.


Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તક


અત્યારે તમને સસ્તી લોનનો લાભ નહીં મળે
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાતથી જે લોકો વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા રાખતા હતા તેઓને નિરાશ કર્યા છે. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાને કારણે લોકોના EMI બોજમાં કોઈ ફેરફાર થશે નહીં. બીજી તરફ, આ જાહેરાત એવા રોકાણકારો માટે સારા સમાચાર છે કે જેઓ FDમાં નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. ઊંચા રેપો રેટ ચાલુ રાખવાનો અર્થ છે કે FD પર વધુ વ્યાજનો લાભ મળતો રહેશે.


આરબીઆઈ મોંઘવારીથી ચિંતિત
આ પહેલાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની પ્રથમ બેઠક એપ્રિલ મહિનામાં યોજાઈ હતી. તે બેઠકમાં પણ MPCએ ફુગાવાને ટાંકીને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જોકે રિઝર્વ બેંક રિટેલ ફુગાવાને 4 ટકાથી નીચે લાવવા માંગે છે. ગયા મહિને રિટેલ ફુગાવો 11 મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો, પરંતુ તે હજુ પણ આરબીઆઈના 4.83 ટકાના લક્ષ્યાંકથી વધુ છે. ખાદ્ય ફુગાવો ખાસ કરીને ચિંતાજનક છે, જેનો દર મે મહિનામાં 8.7 ટકાની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.


વર્ષમાં 6 વખત યોજાય છે મીટિંગ
કેન્દ્રીય બેંક દ્વારા દર વર્ષે 6 વખત મોનેટરી પોલિસી બેઠકો યોજવામાં આવે છે. નાણાકીય વર્ષ 2024-25 માટે આ બીજી MPC બેઠક છે. આ બેઠકમાં રિઝર્વ બેંક દ્વારા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને રેપો રેટની સમીક્ષા કરવામાં આવે છે. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા RBI માંગ, પુરવઠો, ફુગાવો અને ક્રેડિટ જેવા ઘણા પરિબળોને ધ્યાનમાં રાખે છે.


દોડવા માટે તૈયાર છે Tata Group નો આ દિગ્ગજ શેર, 5 વર્ષમાં આપ્યું 150%થી વધુ વળતર


તમારા પર શું અસર થાય છે?
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો અથવા વધારો બેંકો દ્વારા આપવામાં આવતી લોનના વ્યાજ દરને અસર કરે છે. રેપો રેટમાં વધારા બાદ બેંકો દ્વારા હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી કરવામાં આવી છે. સરળ શબ્દોમાં કહીએ તો, અમે બેંકના વ્યાજ દરમાં વધારો કરીએ છીએ. પરંતુ જો RBI રેપો રેટમાં ઘટાડો કરે છે તો લોનના વ્યાજ દરમાં ઘટાડો થાય છે.


Stocks To BUY: 5 એવા શેર જેમાં રૂપિયા રોક્યા તો થઇ જશો માલામાલ, 45% સુધી મળશે રિટર્ન


રેપો રેટ શું છે?
RBI દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી મોંઘા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દરો વધશે, જેની સીધી અસર તમારી EMI પર પડશે.


Stocks to BUY: 15 દિવસમાં રોકેટની માફક ઉડવા લાગશે આ 5 શેર, તમે ખરીદ્યા કે નહી?