નવી દિલ્હી: ભારતના રક્ષા મંત્રાલય (Defence ministry)ની વેબસાઈટથી 2 દિવસ બાદ જ જૂનનો એ રિપોર્ટ ગાયબ થઈ ગયો છે જેમાં ગલવાન ખીણમાં થયેલા 'લોહિયાળ સંઘર્ષના કારણે 15 જૂનના રોજ બે બાજુના અનેક સૈનિકોના મોત' વિશે લખવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રાલયના આ રિપોર્ટમાં કહેવાયું હતું કે '17-18 મેના રોજ કુંગરંગ નાલા, ગોગરા અને પેન્ગોંગ ઝીલના ઉત્તર કિનારે ચીની સેનાઓએ અતિક્રમણ કર્યું. આ રિપોર્ટમાં આગળ લખાયું હતું કે ચીન દ્વારા એકતરફથી આક્રમકતાના કારણે પૂર્વ લદાખમાં સ્થિતિ સંવેદનશીલ બનેલી છે. જેના પર સતત નીકટથી નિગરાણી અને ત્વરિત કાર્યવાહીની જરૂર છે.'


એમ જણાવતા કે 5 મે બાદથી ચીનનું અતિક્રમણ એલઓસી પર ખાસ કરીને ગલવાન ખીણમાં સતત વધી રહ્યું છે, ચીન સાથે આ વિવાદને લઈને રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આ ગતિરોધ લાંબા સમય સુધી રહી શકે છે.


આ રિપોર્ટનું મથાળું હતું ‘Chinese Aggression On LAC’. પરંતુ હવે આ રિપોર્ટની લિંક ગાયબ થઈ ગઈ છે. આ રિપોર્ટમાં એ વાતની પણ જાણકારી આપવામાં આવી હતી કે ભારતીય સેનાની સહાયતા માટે અપગ્રેડેડ ફિચર્સ સાથે 156 ઈન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ (આઈસીવી)ને તૈનાત કરવાનો પણ ઓર્ડર અપાયો ચે. 


રક્ષા મંત્રાલયના આ રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે 15 જૂનના રોજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં એક ફાસ્ટ પેટ્રોલ વેસલ (એપપીવી) આઈસીજીએસ કનકલતા બરૂઆને પણ સામેલ કરવામાં આવેલ છે જેને કાકીનાડામાં તૈનાત કરાયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube