નવી દિલ્હી: રાજ્યસભામાં થયેલા હંગામા પર સરકાર આકરા પાણીએ છે. રાજ્યસભામાં સદનના નેતા પિયુષ ગોયલે ગઈ કાલે કહ્યું હતું કે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. હવે આ મામલે જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે મુજબ જેવું બિલ રજુ કરાયું કે વિપક્ષના સાંસદો સદનના WELL માં આવી ગયા અને સદનની કાર્યવાહીમાં વિધ્ન નાખવા લાગ્યા. આ અગાઉ સદનની કાર્યવાહી સામાન્ય રીતે ચાલતી હતી. હંગામાને લઈને જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં કહેવાયું છે કે હંગામો કરી રહેલા સભ્યોએ ટેબલ પર ચડવાની કોશિશ કરી અને પેપર ફાડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધારાની સિક્યુરિટી બોલાવવી પડી
હંગામો વધ્યો તો સુરક્ષા અધિકારીઓએ પોતાની જગ્યા પર તૈનાત થઈને આગળ કોઈ પણ નુકસાનને રોકવાની કોશિશ કરી તો સાંસદોએ કાગળ ફાડ્યા અને સભાપતિ તરફ ફેંકવા લાગ્યા. સુરક્ષા સ્થિતિ જોતા વધારાની સિક્યુરિટી બોલાવવામાં આવી. સુરક્ષા ઘેરો તોડવામાં નિષ્ફળ રહ્યા બાદ વિપક્ષના સાંસદોએ માર્શલ સાથે ધક્કામુક્કી કરવાની શરૂ કરી દીધી. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે એક મહિલા માર્શલને એક સાંસદે ખરાબ રીતે ઢસડી, ત્યારબાદ મહિલા માર્શલને અનેક ઈજા પણ થઈ. 


BJP એ શોધી કાઢ્યો જીતનો મંત્ર? 50 % ક્વોટાને પાર કર્યા વગર OBC યાદીમાં વધારો શક્ય છે?


માર્શલનું ગળું પકડ્યું
એક સાંસદે તો સુરક્ષા ઘેરો તોડવાના ચક્કરમાં એક મેલ માર્શલને ગળેથી પકડી લીધો. જેના કારણે માર્શલનો દમ પણ ઘૂટવા લાગ્યો. આ દરમિયાન કોઈ પણ માર્શલે કોઈ પણ સાંસદ સાથે ગેરવર્તણૂંક કરી નથી. 6.04 મિનિટ પર ડોલા સેન અને શાંતા છેત્રી હાઉસના વેલમાં પહોંચી ગયા હતા. 6.08 મિનિટ પર ફૂલો દેવી નીતમ દ્વારા કાગળો ફાડવામાં આવ્યા અને એસજી તરફ હાઉસની ચેર પર ફેંકવામાં આવ્યા. 8.09 મિનિટ પર છાયા વર્માએ પણ કાગળો ફાડ્યા. 


નાયડુ, બિરલાએ જતાવી ચિંતા
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભા  અધ્યક્ષ ઓમ બિરલાએ કેટલાક સાંસદોના વ્યવહાર પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આવી ગતિવિધિઓ સહન કરી શકાય નહીં. ચોમાસુ સત્રની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત થયાના એક દિવસ પછી બિરલાએ નાયડુ સાથે મુલાકાત કરી અને બંનેએ સત્ર દરમિયાન સંસદમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમ ની સમીક્ષા કરી. 


કચ્છનું આ ગામ દેશનું સૌથી અમીર ગામ, 17 બેંકોમાં હજારો કરોડની ડિપોઝીટ, જાણીને દુનિયા છક થઈ


'આવો વ્યવહાર સહન કરી શકાય નહીં'
ઉપરાષ્ટ્રપપતિ સચિવાલયે ટ્વીટ કરીને કહ્યું કે બંનેએ કેટલાક સાંસદોના કામકાજમાં વિધ્ન નાખનારા વર્તન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમાં કહેવાયું કે તેમનું માનવું છે કે આવા અશાંતિપૂર્ણ વ્યવહારને સહન કરવો જોઈએ નહીં અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. નાયડુએ સદનમાં અપ્રિય સ્થિતિ રહેવા પર બુધવારે રૂંધાયેલા ગળે વિપક્ષના કેટલાક સભ્યોના વ્યવહારની સરખામણી લોકતંત્રના મંદિરને અપવિત્ર કરવા સાથે કરી હતી. 


Rajya Sabha માં થયેલા હંગામાનો Video સામે આવ્યો, લેડી માર્શલ સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા સાંસદ


સંસદીય કાર્ય મંત્રી પણ મળ્યા નાયડુને
આ અગાઉ સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ  જોશી રાજ્યસભામાં નેતા સદન પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવીએ અહીં નાયડુ સાથે તેમના સરકારી આવાસે મુલાકાત કરી. તેમણે કેટલાક સભ્યોના ખરાબ વર્તન બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube