Bihar News: બટાકાના ખેતરમાંથી સોનાના સિક્કા નીકળવા માંડ્યા, એક સિક્કો 27 હજારમાં વેચાયો, જાણો શું છે મામલો
પૈસા ઝાડ પર ઉગતા નથી એ વાત તમે તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સાંભળી જ હશે. પૈસા ઝાડ પર નથી ઉગતા પરંતુ બિહારના એક ગામના ખેતરમાંથી તો સિક્કા નીકળવાની વાત સામે આવી છે.
પૈસા ઝાડ પર ઉગતા નથી એ વાત તમે તમારા જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સાંભળી જ હશે. પૈસા ઝાડ પર નથી ઉગતા પરંતુ બિહારના એક ગામના ખેતરમાંથી તો સિક્કા નીકળવાની વાત સામે આવી છે. આ ઘટના બક્સરના સોનબરસા પોલીસ મથક ઓપી ક્ષેત્રના ગિરધર બરાવ ગામની છે. જ્યાં બટાકાના ખેતરમાં કામ કરવા દરમિયાન એક મહિલાને સોનાના પ્રાચીન સિક્કા મળ્યા છે.
બટાકાના ખેતરમાંથી નીકળ્યા સોનાના સિક્કા
મળતી માહિતી મુજબ મહિલા ખેતરમાં રોજની જેમ કામ કરી રહ્યો હતો. આ દરમિયાન ખોદકામ કરતી વખતે તેને સોનાનો એક સિક્કો મળ્યો. થોડું વધારે ખોદકામ કરવા પર મહિલાને સોનાનો એક વધુ સિક્કો મળ્યો. જોત જોતામાં તો આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા અને ત્યારબાદ ગામવાળા ખેતર તરફ દોડ્યા. ત્યારબાદ એક અન્ય વ્યક્તિને પણ ખોદકામ દરમિયાન સોનાનો સિક્કો મળી આવ્યો.
27 હજાર રૂપિયાનો એક સિક્કો!
ઘટના અંગે જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ત્યારબાદ પોલીસે ત્રણ સિક્કાને જપ્ત કરી લીધા છે. જો કે મહિલા પાસેથી સિક્કાને 27 હજાર રૂપિયામાં વેચી દેવાની વાત પણ સામે આવી છે જેનાથી પુષ્ટિ થાય છે કે સિક્કા સોનાના જ હતા.
Danish Azad Ansari: યોગી સરકાર 2.0માં એકમાત્ર મુસ્લિમ મંત્રી, ખાસ જાણો દાનિશ આઝાદ અન્સારી વિશે
સોનાના સિક્કાનું શું છે રહસ્ય?
પોલીસે ઘટનાસ્થળે પહોંચતા જ તે વિસ્તારને બેરિકેડિંગથી ઘેરી લીધો અને વરિષ્ઠ અધિકારીઓની સહાયતાથી પુરાતત્વ વિભાગની ટીમને પણ તેની સૂચના આપી. ત્યારબાદથી ગામના લોકોને ખેતરથી દૂર રાખવામાં આવ્યા છે. આ મામલે તપાસ ચાલુ છે.
Uttar Pradesh: યોગી કેબિનેટનો મોટો નિર્ણય, ગરીબોને વધુ 3 મહિના સુધી મળશે વિનામૂલ્યે અનાજ
ઘણા સમયથી ઉજ્જડ હતું ખેતર
સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ ખેતર ઘણા સમયથી ઉજ્જડ હતું. પરંતુ આ વખતે ગામના એક ખેડૂતો ખેતરમાં બટાકાની ખેતી કરી હતી. બટાકાના પાકને લલણી કરવા માટે મહિલાઓ ખેતરમાં કામ કરી રહી હતી. આ દરમિયાન એક મહિલાને એક સિક્કો મળ્યો. ત્યારબાદ તો જાણે હડકંપ મચી ગયો. પ્રાચીન સિક્કા મળવા પાછળની આખરે કહાની શું છે તે તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
(અહેવાલ સાભાર- ડીએનએ હિન્દી)
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube