નવી દિલ્હીઃ India China Dispute News: પેંગોંગ લેક પર ચીનના પુલ બનાવવાના સમાચારો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારત સરકારનો પક્ષ રાખ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદન પ્રમાણે પેંગોંગ ત્સો પર ચીન તે વિસ્તારમાં પુલનું નિર્માણ કરી રહ્યું છે, જે 60 વર્ષથી તેના ગેરકાયદેસર કબજામાં છે. ભારત તેના પર નજર રાખી રહ્યુ છે. આપણા સુરક્ષા હિતોની રક્ષા નક્કી કરવા માટે સરકાર પગલાં ભરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કથાકથિત ગલવાનમાં ચીની સૈનિકોના વીડિયો પર વિદેશ મંત્રાલયે કહ્યુ કે, તે તથ્યાત્મક રૂપથી સાચુ નથી. વિદેશ મંત્રાલયે કહ્યુ કે, અમે પાછલા સપ્તાહે ચીની પક્ષ દ્વારા અરૂણાચલ પ્રદેશમાં કેટલાક સ્થાનોના નામકરણનો રિપોર્ટ જોયો છે. આ પ્રકારના અનિયમિત પ્રાદેશિક દાવોનું સમર્થન કરનાર હાસ્યાસ્પદ કવાયત પર અમે અમારા વિચાર વ્યક્ત કર્યા હતા. ઓપન સોર્સ ગુપ્તચર ઇન્ટેલ લેબ પ્રમાણે ચીન પેંગોંગ ત્સો લેક  (Pangong Tso Lake) પર એક પુલ તૈયાર કરી રહ્યું છે, જેનાથી તેના સૈનિક તળાવના ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં સરળતાથી અવરજવર કરી શકે. 


આ માટે પુલ બનાવી રહ્યું છે ચીન
આશરે 140 કિલોમીટર લાંબા પેંગોંગ ત્સો લેક  (Pangong Tso Lake) નો બે તૃતિયાંશ ભાગ એટલે કે આશરે 100 કિલોમીટર ચીનનો ભાગ છે. તેવામાં ચીનના સૈનિકોને એક છેડાથી બીજા છેડે જવા માટે હોળીનો સહારો લેવો પડે છે. જો હોળીનો સહારો લેવામાં આવો તો અહીં 100 કિલોમીટર ફરીને આવવું પડે છે. આ પુલ બનાવવાથી એક છેડેથી બીજા છેડે જવું સરળ થઈ જશે. 


આ પણ વાંચોઃ PM ની સુરક્ષામાં ચુક પર કોંગ્રેસમાં હલચલ, સોનિયા ગાંધીએ CM ચન્નીને આપ્યો આદેશ


અફઘાનિસ્તાનને લઈને નિવેદન
તો બીજી તરફ વિદેશ મંત્રલાય તરફથી કહેવામાં આવ્યું છે કે અમે અફઘાનિસ્તાનને માનવીય સહાયતાના રૂપમાં 50 હજાર મેટ્રિક ટન ઘઉંની સાથે જીવન રક્ષક દવાઓની આપૂર્તિ કરવાની પ્રતિબદ્ધતા કરી છે. આ સંબંધમાં અમે પાકિસ્તાનના અધિકારીઓ સાથે ઘઉંનું શિપમેન્ટ યોગ્ય રીતે કરવા પર વાત કરી રહ્યાં છીએ. 


શ્રીલંકાથી માછીમારોને છોડાવવાનો મુદ્દો
આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકારે શ્રીલંકાના વહીવટીતંત્ર દ્વારા 18-20 ડિસેમ્બરની વચ્ચે તામિલનાડુના 68 માછીમારો અને 10 બોટની અટકાયતના મામલાને લઈને શ્રીલંકા સરકાર સાથે વાત કરી છે. આ માછીમારોને જરૂરી તમામ સામગ્રી આપવામાં આવી રહી છે. કોલંબોમાં ભારતીય હાઈ કમિશને આ ભારતીય માછીમારોની વહેલી મુક્તિનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે 12 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય હાઈ કમિશન બાકીના માછીમારોની વહેલી મુક્તિ માટે પ્રયાસો કરી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube