બેંગ્લુરુ: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિવાદમાં આવી ગયા છે. મીડિયામાં આવેલા અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે તેમની પાર્ટીના એક ધારાસભ્યએ સિદ્ધારમૈયાને એક લક્ઝરી કાર ભેટમાં આપી છે. દાવો કરાયો છે કે આ કાર દોઢ કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતની છે અને તેમને કિસાન સહ ઉદ્યોગપતિ અને રિયલ એસ્ટેટ કારોબારી ધારાસભ્ય બી સુરેશે આ કાર કથિત રીતે 'ભેટ'માં આપી છે. સુરેશ કર્ણાટકના સૌથી શ્રીમંત નેતાઓમાંથી એક છે. સુરેશે 2017ની વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરેલા સોગંદનામામાં 416 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેવાલોના આધારે પ્રદેશ ભાજપે સિદ્ધારમૈયા પર નિસાન સાધ્યું અને તેમના પર '10 ટકાની સરકાર' દરમિયાન પૈસા કમાવવાનો આરોપ લગાવ્યો.  10  ટકાનો કટાક્ષ તે આરોપો સંલગ્ન છે જેમાં કહેવાય છે કે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી હતાં ત્યારે કથિત રીતે 10 ટકા કમિશન લેતા હતાં. 


પ્રદેશ ભાજપે પોતાના ટ્વિટમાં કહ્યું કે "કોંગ્રેસ ધારાસભ્ય બી સુરેશે દોઢ કરોડ રૂપિયાની કાર સિદ્ધારમૈયાને ભેટમાં આપી. તેઓ બે લાખના ચશ્મા પહેરે છે. તેમણે 80 લાખની હબલોટ ઘડિયાળ પહેરી છે. એવું લાગે છે કે સિદ્ધારમૈયા તમે તમારી 10 ટકાની સરકાર દ્વારા લખલૂટ ધન મેળવ્યું છે."


અહેવાલોને ફગાવતા કોંગ્રેસ નેતા અને ડી કે શિવકુમારે કહ્યું કે સિદ્ધારમૈયાને સુરેશે મર્સિડિઝ બેન્ઝ કાર ભેટમાં આપી નથી પરંતુ તે તેમની મુસાફરી માટે આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ કોઈ ભેંટ કે બીજુ કશું નથી. અમે ક્યારેક ક્યારેક મુસાફરી કરવા માટે મિત્રોના વાહનનો ઉપયોગ કરીએ છીએ. 


તેમાં કોઈ સમસ્યા નથી. શું તેનો કોઈ રેકોર્ડ છે કે આ કાર તેમને ભેટમાં મળી છે? તેનો કોઈ રેકોર્ડ નથી. ગત વર્ષ જૂનમાં સિદ્ધારમૈયા વિવાદમાં આવ્યાં હતાં. તત્કાલિન મંત્રી કે જે જોર્જે કથિત રીતે તેમને એક વર્ષ માટે ઈંધણ કૂપનો સાથે ટોયેટા લેન્ડ ક્રુઝર ભેટમાં આપી હતી. આ અગાઉ પણ આવા અનેક મામલાઓને લઈને સિદ્ધારમૈયા વિવાદમાં આવી ચૂક્યા છે.  


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...