નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું સ્વાસ્થય ખરાબ હોવા મુદ્દે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા અહેવાલો પર વિરામ લગાવતા સરકારી પ્રવક્તાએ કહ્યું કે, જે કંઇ પણ અફવાઓ ફેલાવાઇ રહી છે તે સંપુર્ણ તથ્યહિન અને ખોટા છે. પત્ર સૂચના કાર્યાલય (PIB) ના મુખ્ય મહાનિર્દેશક અને કેન્દ્ર સરકારનાં પ્રવક્તા સિતાંશુ કારે રવિવારે ટ્વીટર પર લખ્યું કે, મીડિયાનાં એક તબક્કામાં કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના સ્વાસ્થય બગડવા મુદ્દે જે સમાચારો ચાલી રહ્યા છે, તે નિરાધાર અને પાયાવિહોણા છે. 


જો રાહુલ ગાંધી રાજીનામાની જીદ્દ પકડી રાખશે તો ભાજપની ચાલ સફળ થઇ જશે: પ્રિયંકા

સિતાંશુએ આગળ લખ્યું કે, મીડિયાને આ પ્રકારની અફવાઓથી દુર રહેવાની સલાહ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેટલીએ નવી સરકાર દ્વારા રજુ કરવામાં આવનારા 2019-20નાં પુર્ણ બજેટ મુદ્દે શુક્રવારે નાણા મંત્રાલયનાં અધિકારીઓ સાથે પોતાનાં ઘરે બેઠક કરી છે. કીડની સંબંધિત બિમારીથી જેટલી પરેશાન છે. ગત્ત વર્ષે મે મહિનામાં તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. 
નરેન્દ્ર મોદીને ફોન કરીને ઇમરાન ખાને શુભેચ્છા પાઠવી: PMએ આપ્યો જડબાતોડ જવાબ
જાકીર નાઇકનાં ટ્રસ્ટના અંગત ખાતામાં અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ED
આ અગાઉ સુત્રોનાં હવાલાથી સમાચારો આવ્યા હતા કે નરેન્દ્રમોદી સરકારનાં બીજા કાર્યકાળમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી બીજી વખત નાણામંત્રાલયનો કાર્યભાર નહી સંભાળે. સુત્રો અનુસાર સંપુર્ણ શક્યતા છે કે અરૂણ જેટલી નાણા મંત્રાલય મુદ્દે રસ દર્શાવવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેમની તબિયત ખરાબ થવા લાગી હતી. જેટલી શુક્રવારે મોદી સરકારનાં પહેલા કાર્યકાળની અંતિમ કેબિનેટ મીટિંગમાં ભાગ લેવા માટે પણ ગયા નહોતા.