નવી દિલ્હીઃ Republic Day Parade 2022: આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) ના પ્રસંગે આ વખતે ગણતંત્ર દિવસ પરેડ (Republic Day Parade) પણ ખાસ થવાની છે. આઝાદીના 75 વર્ષના જશ્ન હેઠળ આ વખતે દિલ્હીના રાજપથ ઉપરથી પ્રથમવાર 75 એરક્રાફ્ટ ફ્લાઇપાસ્ટ કરતા જોવા મળશે. તેમાં પાંચ રાફેલ વિમાન પણ ફ્લાઈપાસ્ટ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરફોર્સના પીઆરઓ વિંગ કમાન્ડર ઇન્દ્રાંણી નંદીએ સોમવારે જણાવ્યુ કે આ વખતે સૌથી ભવ્ય ફ્લાઇપાસ્ટ થશે, જેમાં વાયુ સેના અને નેવીના જવાજ પણ ભાગ લેશે. તેમણે કહ્યું કે, રાજપથ ઉપર પાંચ રાફેલ પણ ઉડાન ભરશે. તેમણે કહ્યું કે, આ દરમિયાન 17 જૈગુઆર ફાઇટર એરક્રાફ્ટ '75'ના શેપમાં આકાશમાં ઉડતા જોવા મળશે. આ સિવાય MiG29K અને  P-81 સર્વિલાન્સ એરક્રાફ્ટ પણ આકાશમાં છવાય જવાની તૈયારી કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Punjab Assembly Election: પંજાબમાં આખરે વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન


પરેડ દરમિયાન કેટલા લોકો હાજર રહેશે?
કોરોના વાયરસ રોગચાળાથી સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન લગભગ 24 હજાર લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે દેશમાં વૈશ્વિક મહામારી ફેલાય તે પહેલાં, 2020 માં પરેડ દરમિયાન લગભગ 1.25 લાખ લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.


તેમણે જણાવ્યું કે કોવિડ-19ના પ્રકોપ વચ્ચે ગયા વર્ષે ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન લગભગ 25,000 લોકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વખતની જેમ વૈશ્વિક મહામારીને કારણે વિદેશમાંથી કોઈ પણ મહાનુભાવને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવશે નહીં. ભારત ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક અને તાજિકિસ્તાનના નેતાઓને આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યું છે.


આ પણ વાંચોઃ UP માં કઈંક નવું રંધાઈ રહ્યું છે!, કેન્દ્રીયમંત્રી રાકેશ ટિકૈતના ઘરે પહોંચ્યા 


તેમણે કહ્યું કે આ વર્ષે, પરેડ દરમિયાન હાજર રહેલા લગભગ 24,000 લોકોમાંથી 19,000 લોકોને આમંત્રિત કરવામાં આવશે અને બાકીના સામાન્ય લોકો હશે, જેઓ ટિકિટ ખરીદી શકશે. પરેડ દરમિયાન કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે લોકોના બેસવાની વ્યવસ્થા કરતી વખતે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવામાં આવશે. સેનિટાઈઝર છંટકાવના સાધનો દરેક જગ્યાએ લગાવવામાં આવશે અને માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube