Punjab Assembly Election: પંજાબમાં આખરે વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, હવે આ તારીખે થશે મતદાન
પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખ આખરે ચૂંટણી પંચે બદલી છે.
Trending Photos
નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખ આખરે ચૂંટણી પંચે બદલી છે. હવે પંજાબમાં 14 ફેબ્રુઆરીની જગ્યાએ 20 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. લગભગ તમામ રાજકીય પક્ષોએ તારીખ બદલવાની માંગણી કરી હતી. પાર્ટીઓ તરફથી મતદાનની તારીખ બદલવા અંગે પત્ર મળ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. ચૂંટણી પંચે આ મુદ્દે ચર્ચા કરવા માટે આજે એક બેઠક યોજી હતી.
અત્રે જણાવવાનું કે ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ 14 ફેબ્રુઆરી ન રાખવામાં આવે. કારણ કે રવિદાસ જયંતીના કારણે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો તે દિવસે રાજ્યની બહાર હશે. તેઓ યુપીના વારાણસી જઈ શકે છે. આવામાં તેઓ મતદાન કરી શકશે નહીં અને મતદાનના અધિકારથી વંચિત રહી જશે.
Punjab Assembly election will be held on 20th February: ECI pic.twitter.com/rPJTAt0OEn
— ANI (@ANI) January 17, 2022
ભાજપ, કોંગ્રેસ અને પંજાબ લોક કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને માગણી કરી હતી કે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખને 14 ફેબ્રુઆરીની જગ્યાએ 16 ફેબ્રુઆરી કરવામાં આવે. અનુસૂચિત જાતિના લોકો મતદાનના અધિકારથી વંચિત રહેવા જોઈએ નહીં.
અત્રે જણાવવાનું કે પંજાબ વિધાનસભાની ચૂંટણી એક તબક્કામાં જ યોજાશે. આ અગાઉ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચના રોજ પરિણામ જાહેર થશે. જો કે હવે મતદાનની તારીખ બદલીને 20 ફેબ્રુઆરી કરવામાં આવી છે. 8 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચે પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે હાલ પંજાબમાં કોંગ્રેસની સરકાર છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અકાલી દળ, અને ભાજપ-પંજાબ લોક કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આકરી ટક્કર જોવા મળી રહી છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી જીતવા માટે પોતાની તાકાત લગાવી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે