Republic Day 2023: કર્તવ્ય પથ પર રચાયો ઈતિહાસ, પહેલીવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લીધી પરેડની સલામી
ભારત આજે પોતાનો 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. પ્રજાસત્તાક દિવસના આ અવસરે કર્તવ્ય પથ પર દેશે ઇતિહાસ રચાતા જોયો. પહેલીવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પરેડની સલામી લીધી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 25 જુલાઈ 2022ના રોજ દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. દ્રૌપદી મુર્મૂ ઓડિશાના રહીશ છે. તેઓ આ અગાઉ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગણતંત્ર દિવસના અવસરે મુખ્ય અતિથિ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ સાથે અલ સીસી કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ 21 તોપની સલામી સાથે રાષ્ટ્રગીત ગવાયું. ત્યારબાદ પરેડની શરૂઆત થઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પરેડની સલામી લીધી.
રાષ્ટ્રપતિ બનનારા બીજા મહિલા
દ્રોપદી મુર્મૂ આઝાદી બાદ પેદા થનારા પહેલા અને સૌથી ઓછી વયના રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના રોજ થયો હતો. 25 જુલાઈના રોજ તેમની ઉંમર 64 વર્ષ એક મહિનો અને 8 દિવસ હતી જ્યારે તેમણે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. આ અગાઉ આ રેકોર્ડ નીલમ સંજીવ રેડ્ડીના નામે હતો. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની ઉંમર 64 વર્ષ 2 મહિના અને 6 દિવસ હતી.
ગાડી કે સ્કૂટર પર કોઈ નહીં લગાવી શકે તિરંગો, થઈ શકે છે 3 વર્ષની જેલ
શું ખરાબ બ્રેડથી બને છે ટોસ્ટ? ટોસ્ટ ખાતા પહેલા આ જરૂરથી વાંચી લો
ભારતીય સેનાએ આપ્યો 50 કિલોમીટરની ઝડપથી ઉડતા જેટ પેક સ્યૂટનો ઓર્ડર, જાણો ખાસિયતો
મુર્મૂ રાષ્ટ્રપતિ બનનારા બીજા મહિલા પણ છે. દ્રૌપદી મુર્મૂએ 1994થી 1997 વચ્ચે રાયરંગપુરના શ્રી અરબિંદો ઈન્ટેગ્રેટેલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં એક શિક્ષિકા તરીકે કામ કર્યું. 1997માં તેમણે અધિસૂચિત ક્ષત્ર પરિષદમાં એક અપક્ષ તરીકે ચૂંટણી લડી અને જીત મેળવી હતી. એક શિક્ષિકા તરીકે તેમણે પ્રાથમિક વિદ્યાલયમાં અલગ અલગ વિષય ભણાવ્યા હતા.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube