Republic Day 2023: ગાડી કે સ્કૂટર પર કોઈ નહીં લગાવી શકે તિરંગો, થઈ શકે છે 3 વર્ષની જેલ
Republic Day: દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન છે. આ વર્ષે આપણે 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. જેને લઈને શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તૈયારીઓ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે આપણે એવી ભૂલ ન કરીએ કે આપણે મુશ્કેલીમાં આવી જઈએ.
Republic Day: દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન છે. આ વર્ષે આપણે 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છીએ. જેને લઈને શાળા, કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં તૈયારીઓ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે આપણે એવી ભૂલ ન કરીએ કે આપણે મુશ્કેલીમાં આવી જઈએ. એટલા માટે એવા લોકોએ વધુ સાવધાન રહેવું જોઈએ જે પોતાના વાહનોમાં ત્રિરંગા લગાવીને જાય છે. આ ભૂલ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વાહનો પર ધ્વજ લગાવવો કેટલો સાચો અને કેટલો ખોટો છે.
વાહનો પર રાષ્ટ્રધ્વજને લગગવો એટલે અનાદર કરવું
એક વાત ધ્યાનમાં રાખો કે વાહનો પર રાષ્ટ્રધ્વજ લગાવવો એ તેનું અનાદર છે. રાષ્ટ્રધ્વજને વાહનો પર ના લગાવી શકાય. વાહનની આગળ કે પાછળ લગાવવાને રાષ્ટ્રધ્વજનું અપમાન માનવામાં આવે છે. આવા લોકો સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે.
3 વર્ષની સજા થઈ શકે છે
જે કોઈ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે તેને ત્રણ વર્ષ સુધીની મુદત માટે કેદ અથવા દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈ આપેલ માપ પ્રમાણે હોવી જોઈએ. એટલા માટે આપણે આપણા રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન આપતી વખતે દરેક વસ્તુનું ધ્યાનમાં રાખવું જોઈએ.
શું ખરાબ બ્રેડથી બને છે ટોસ્ટ? ટોસ્ટ ખાતા પહેલા આ જરૂરથી વાંચી લો
અત્યંત આઘાતજનક...આ Video જોઈને તમે બહાર સમોસા ખાવાનું જ ભૂલી જશો
કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ પાર્ટી છોડી, BBC ડોક્યુમેન્ટરી વિવાદ કારણ
આ વાહનો પર જ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે
દરેક સામાન્ય વાહન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં નથી આવતો. આ ધ્વજ ફરકાવવાની પરવાનગી બંધારણે અમુક લોકોને જ આપી છે. તેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, કેન્દ્રશાસિત પ્રદેશોના નાયબ રાજ્યપાલ, પ્રધાનમંત્રી, કેબિનેટ મંત્રી, કેન્દ્રીય રાજ્યમંત્રી, વિદેશમાં નિયુક્ત ભારતીય દૂતાવાસના કાર્યાલયના પ્રમુખ જેવા લોકોના વાહનોને પરવાનગી મળે છે.
આ ઉપરાંત, લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ, રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાના અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો. અને દેશમાં હવાઈ મુસાફરી દરમિયાન રાષ્ટ્રપતિને તેમના વિમાનમાં લહેરાવી શકાય છે. આ સિવાય કોઈને પણ વાહનમાં રાષ્ટ્રધ્વજ લગાવવાની છૂટ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube