BBC Documentary Controversy: કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ પાર્ટી છોડી, BBC ડોક્યુમેન્ટરી વિવાદ કારણ

Anil Antony resigns from congress: તેમનો આરોપ છે કે કદાચ પાર્ટીને તેમની સલાહ ગમી નથી. તેમના પર ટ્વીટ ડિલિટ કરવા માટે પણ દબાણ સર્જવામાં આવ્યું. ત્યારબાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. અત્રે જણાવવાનું કે રાજીનામાની જાણકારી આપતા તેમણે એક ટ્વીટ પણ કરી અને આરોપ લગાવ્યા છે. 

BBC Documentary Controversy: કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રએ પાર્ટી છોડી, BBC ડોક્યુમેન્ટરી વિવાદ કારણ

Anil Antony Resign: કોંગ્રેસના દિગ્ગજ નેતા એ કે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. અનિલ એન્ટોનીએ કોંગ્રેસને બીબીસીના પ્રોપગેન્ડામાં ન ફસાવાની સલાહ આપી હતી. ત્યારબાદ હવે તેમણે પાર્ટી છોડી છે. અનિલ એન્ટોનીનો આરોપ છે કે કદાચ પાર્ટીને તેમની સલાહ ગમી નથી. તેમના પર ટ્વીટ ડિલિટ કરવા માટે પણ દબાણ સર્જવામાં આવ્યું. ત્યારબાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. અત્રે જણાવવાનું કે રાજીનામાની જાણકારી આપતા અનિલ એન્ટોનીએ એક ટ્વીટ પણ કરી અને આરોપ લગાવ્યા છે. 

બીબીસી ડોક્યુમેન્ટરી વિવાદ વચ્ચે રાજીનામું
અનિલ એન્ટોનીએ ટ્વીટ કરીને કહ્યું કે મે કોંગ્રેસમાંથી મારી જે કામગીરીઓ છે તેમાંથી રાજીનામું આપી દીધુ છે. ફ્રી સ્પીચ માટે લડનારાઓએ ટ્વીટ ડિલિટ કરવા માટે અસહિષ્ણુ કોલ કર્યા. મે ના પાડી દીધી. પ્રેમને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરનારાઓએ નફરત/અપશબ્દોથી ફેસબુક વોલ ભરી નાખી. આ પાખંડ છે. 

— Anil K Antony (@anilkantony) January 25, 2023

કેપીસીસી ડિજિટલ મીડિયાનું પદ છોડ્યું
રાજીનામા પત્રમાં અનિલ એન્ટોનીએ લખ્યું કે કાલની ઘટનાઓ પર વિચાર કરતા મારું માનવું છે કે મારા માટે કોંગ્રેસમાં મારા તમામ પદોને છોડવું યોગ્ય રહેશે. કેપીસીસી ડિજિટલ મીડિયાના સંયોજક અને એઆઈસીસી સોશયિલ મીડિયા તથા ડિજિટલ કોમ્યુનિકેશન સેલના નેશનલ કો ઓર્ડિનેટરના પદેથી રાજીનામું આપું છું. 

રાજીનામામાં લખી આ મહત્વની વાત
તેમણે રાજીનામા પત્રમાં એમ પણ લખ્યું કે હું મારા અન્ય પ્રોફેશનલ કામને આ નકારાત્મકતાથી પ્રભાવિત થયા વગર ચાલુ રાખવાનું પસંદ કરીશ. વિનાશકારી નરેટિવમાં સામેલ થવું નથી. આ ભારતના મૂળ હિતોની વિરુદ્ધમાં છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે તે સમય સાથે ઈતિહાસના ડસ્ટબિનમાં સમાઈ જશે. અત્રે જણાવવાનું કે અનિલ એન્ટોનીનું કહેવું છે કે BBCના વિચારોને પ્રાથમિકતા આપવી ખૂબ જ ખતરનાક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news