Republic day: 2024ની પરેડની સૌથી ખાસ વાત, પહેલીવાર મહિલાઓએ કરી શરૂઆત, શંખથી થયો શુભારંભ
સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે.
દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થઈ. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube