Arnab Goswami ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રી આવ્યા સામે, લગાવ્યા ગંભીર આરોપ
રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનર અન્વય નાઈકના પત્ની અક્ષતા નાઈક અને તેમના પુત્રી આજ્ઞા નાઈકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે અર્નબ ગોસ્વામી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે મે 2018નો એ દિવસ તેઓ આજે પણ ભૂલ્યા નથી. માતા અને પુત્રીએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
મુંબઈ: રિપબ્લિક ટીવી (Republic TV)ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનર અન્વય નાઈકના પત્ની અક્ષતા નાઈક અને તેમના પુત્રી આજ્ઞા નાઈકે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેમણે અર્નબ ગોસ્વામી પર અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે મે 2018નો એ દિવસ તેઓ આજે પણ ભૂલ્યા નથી. માતા અને પુત્રીએ મહારાષ્ટ્ર પોલીસની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે.
રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ
લગાવ્યા આ ગંભીર આરોપ
મૃતક ડિઝાઈનરના પત્ની અક્ષતા નાઈકે કહ્યું કે મારા પતિએ સ્યૂસાઈડ નોટ છોડી હતી અને આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં. આ સ્યૂસાઈડ નોટમાં ફિરોઝ શેખ, અર્નબ ગોસ્વામીના સ્પષ્ટ નામ હતા. તેમણે કહ્યું કે અર્નબ પર 83 લાખ રૂપિયા બાકી લેણા છે જ્યારે ફિરોઝ પર ચાર કરોડ રૂપિયા. રૂપિયા માંગો તો મારવાની ધમકી આપે છે.
અક્ષતા નાઈકે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે અર્નબે અનેકવાર તેમને ધમકી આપી છે. જ્યારે રૂપિયા માંગો તો કહે "તમારી છોકરીની કરિયર બરબાદ કરી નાખીશ. ઘર પર ધમકીભર્યા ફોન આવતા હતા અને આવતા જતા લોકો અમારો પીછો કરતા હતા."
બાબા કા ઢાબા: યુટ્યૂબરનો ગંભીર આરોપ, કાંતા પ્રસાદને આટલી રકમ આપી હોવાનો કર્યો દાવો
વીઆઈપી ટ્રિટમેન્ટ?
આ સાથે જ અર્નબનું સ્ટેટમેન્ટ જોઈન્ટ સીપીની ઓફિસમાં નોંધાવવાને લઈને પણ અક્ષતા નાઈકે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે અર્નબે અલીબાગ જઈને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવવાનું હતું, આટલી સગવડ કેમ આપવામાં આવી?
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube