નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે એક રિસર્ચ રિપોર્ટ ભારતીય લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનના સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે વિશ્વમાંથી કોરોના 9 ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે. તો ભારતમાં 31 જુલાઈ સુધી કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત થવાની સંભાવના છે. સંશોધનકર્તાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેટાના વિશ્લેષણના આધાર પર આ દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંશોધનકર્તાઓએ આ મહામારીના ખતમ થવાના ત્રણ અનુમાનિત સમય દર્શાવ્યા છે. તે અનુસાર, વિશ્વમાંથી 97 ટકા સુધી કોરોના 29 મે સુધી અને 99 ટકા 15 જુન સુધી અને 100 ટકા 26 નવેમ્બર સુધી સમાપ્ત થઈ જશે. આ અનુમાન દરેક દેશનું હવામાન, ત્યાં કોરોનાની સ્થિતિ, મોતની સંખ્યા અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંધ્યાના આધાર પર લગાવવામાં આવ્યું છે. 


વાયરસની લાઇફ સાયકલનો ઉપયોગ કરી લગાવ્યું અનુમાન
સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનના આ મોડલમાં કોરોના વાયરસની લાઇફ સાયકલનો ઉપયોગ કરતા તેને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે. સ્ટડીમાં રિસર્ચરોએ સંબંધિત દેશોમાં મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાંનું મૂલ્યાંકન કરતા ભવિષ્યવાણી કરી છે. 


આગામી સપ્તાહે કેવી હશે કોરોનાની ચાલ
જો કોરોનાની દરરોજ વધવાની ગતિ આવી જ રહી, જે અત્યારે છે- એટલે કે 7.8 ટકા, તો આગામી સપ્તાહે કુલ કેસ 47,186 હશે. જો ગ્રોથ રેટ 1 ટકાથી વધુ રહ્યો તો આ આંકડો 50336 પહોંચી જશે. જો હાલની ગતિમાં 1 ટકાનો ઘટાડો થયો તો આગામી સપ્તાહ સુધી દેશમાં કોરોનાના કુલ મામલા 44206 થઈ જશે.


ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રોથ રેટ
ભારતમાં 17 માર્ચે કોરોના વાયરસનો ડેલી ગ્રોથ રેટ 16.1 હતો. 23 માર્ચ બાદ તે સૌથી ઉપરના સ્તર 24.8 ટકા પર પહોંચ્યો હતો. એપ્રિલના પ્રથમ સપ્તાહથી કોરોનાનો ગ્રોથ રેટ કેટલાક અપવાદોને છોડતા સતત ઘટી રહ્યો છે, જે 26 એપ્રિલ એટલે કે રવિવારે 7.8 ટકા પર પહોંચ્યો હતો. 


24 મે સુધી ભારતમાં 97% સમાપ્ત
જો  SUTDની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો આ ભારત માટે રાહતના સમાચાર હશે. સ્ટડી પ્રમાણે, ભારતમાં 24 મે સુધી કોરોના વાયરસ 97 ટકા સમાપ્ત થઈ જશે. 20 જૂન સુધી 99 ટકા ખતમ થઈ જશે. તેને સંપૂર્ણ રીતે નાબુદ થવામાં 31 જુલાઈ સુધીનો સમય લાગશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર