નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. તેના માટે જે શરતો નક્કી કરવામાં આવી છે, તેના પર જો ધ્યાન આપીએ તો એક પ્રકારે દેશની લગભગ મોટાભાગની વસતીને અનામતનો લાભ મળશે. આવું એટલા માટે કેમ કે, 27 ટકા અનામત ઓબીસી અને 21.5 ટકા અનામત એસસી/એસટી વસતીને અગાઉથી જ આપવામાં આવેલી છે. ત્યારબાદ હવે સવર્ણો માટે 
જે 10 ટકા અનામતની જોગવાઈ કરવાની વિચારણા ચાલી રહી છે, તેની શરતો પર જો ધ્યાન આપીએ તો તેમાં લગભગ દેશની મોટાભાગની વસતી આવી જાય છે. જૂઓ કેવી રીતે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સરકારે જણાવ્યું છે કે, રૂ.8 લાખ કરતાં ઓછી આવક ધરાવતા લોકોને અનામતનો ફાયદો મલશે. આવકવેરા વિભાગ અને NSO (નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ)ના આંકડા જોઈએ તો દેશની લગભગ 95 ટકા વસતીની વાર્ષિક આવક રૂ.8 લાખ કરતાં ઓછી છે. આંકડા અનુસાર જો 5 સભ્યોના એક પરિવારની આવક વાર્ષિક રૂ.8 લાખ છે તો તેનો અર્થ એ થયો કે, તેમાંથી દરેક વ્યક્તિની સરેરાશ માસિક આવક રૂ.13 હજારથી થોડી વધારે છે. 


વિરોધ પક્ષના વોકઆઉટ વચ્ચે રાજનાથ સિંહે લોકસભામાં રજૂ કર્યું સિટીઝનશિપ સંશોધન બિલ


NSOના વર્ષ 2011-12ના આંકડા અનુસાર ગ્રામીણ વિસ્તારમાં એક વ્યક્તિની સરેરાશ માસિક આવક રૂ.2,625 અને શહેરી વિસ્તારમાં એક વ્યક્તિની સરેરાશ માસિક આવક રૂ.6,015 છે. એટલે કે બંને શ્રેણીના લોકો રૂ.8 લાખથી ઓછી આવકના દાયરામાં આવી જશે. આ રીતે રૂ.8 લાખથી વધુની આવક ધરાવતા માત્ર 5 ટકા પરિવારોને જ અનામતનો ફાયદો મળશે નહીં. 


2. સરકારે જણાવ્યું છે કે, 5 એકર કરતાં ઓછી ખેતિની જમીન ધરાવતા પરિવારને પણ અનામતનો લાભ મળશે. વર્ષ 2015-16ના કૃષિ આંકડા અનુસાર, દેશના 86.2 ટકા જમીન ધારકો પાસે બે હેક્ટર કરતાં ઓછી જમીન છે. જે 5 એકર કરતાં ઓછી થાય છે. આ રીતે આ વર્ગના પણ મોટાભાગના લોકોને અનામતનો ફાયદો મળશે. 


3. અનામતની શરતોનો ત્રીજો માપદંડ એવો છે કે, જો કોઈની પાસે 1000 ચોરસ ફૂટ કરતાં નાનું ઘર છે તો તેને પણ અનામતનો લાભ મળશે. NSOના વર્ષ 2012ના એક રિપોર્ટ અનુસાર દેશની 20 ટકા સંપન્ન વસતી પાસે સરેરાશ 45.99 ચોરસમીટરના વિસ્તારનું ઘર છે, જે 500 ચોરસ ફૂટમાં આવે છે. આ રીતે લગભગ 80-90 ટકા વસતી અનામતના દાયરામાં આવી જશે. 


ભારતના વધુ સમાચાર વાંચવા કરો ક્લિક...