સરકારી નોકરીઓમાં અનામતનો દાવો મૌલિક અધિકાર નહી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે, સરકારી નોકરીઓમાં અનામતનો દાવો કરવો મૌલિક અધિકાર નથી. જેથી કોઇ પણ કોર્ટ રાજ્ય સરકારોને એસસી અને એસટી વર્ગનાં લોકોને અનામત આપવાનાં નિર્દેશ જાહેર કરી શકેા છે. અનામત આપવાનો આ અધિકાર અને જવાબદારી સંપુર્ણ રીતે રાજ્ય સરકારોનાં વિવેક પર નિર્ભર છે કે તેને નિયુક્તિ કે બઢતીમાં અનામત આપવું કે નહી. જો કે રાજ્ય સરકારે આ પ્રાવધાનોને ફરજીયાત રીતે લાગુ કરવા માટે બંધાયેલા નથી.
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા જણાવ્યું કે, સરકારી નોકરીઓમાં અનામતનો દાવો કરવો મૌલિક અધિકાર નથી. જેથી કોઇ પણ કોર્ટ રાજ્ય સરકારોને એસસી અને એસટી વર્ગનાં લોકોને અનામત આપવાનાં નિર્દેશ જાહેર કરી શકેા છે. અનામત આપવાનો આ અધિકાર અને જવાબદારી સંપુર્ણ રીતે રાજ્ય સરકારોનાં વિવેક પર નિર્ભર છે કે તેને નિયુક્તિ કે બઢતીમાં અનામત આપવું કે નહી. જો કે રાજ્ય સરકારે આ પ્રાવધાનોને ફરજીયાત રીતે લાગુ કરવા માટે બંધાયેલા નથી.
હિંદુ સમુદાયનો અર્થ BJP નહી, રાજકીય લડાઇમાં હિંદુઓને ન ખેંચવામાં આવે: ભૈયાજી જોશી
જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની પીઠે ઉતરાખંડ સરકારનાં લોકનિર્માણ વિભાગમાં સહાયક એન્જિનિયર (સિવિલ)માં બઢતીનાં પદ પર બઢતીમાં એસસી અને એસટીને અનામત સંબંધિત કેસને એક સાથે પતાવતા આ નિર્દેશ આપ્યો છે. બેંચે ઉતરાખંડ હાઇકોર્ટનાં ચુકાદાને ફગાવી દેતા વ્યવસ્થા આપી છે. 2018માં પણ સુપ્રીમ કોર્ટે જરનૈલસિંહ બનામ લક્ષ્મી નારાયણ મુદ્દે ચુકાદો આપતા કહ્યું હતું કે, ઓબીસી માટે નિશ્ચિત ક્રીમીલેયરનો કોન્સેપ્ટ એસસી/એસટી માટે પણ નિયુક્તિ અને પ્રમોશનમાં લાગુ થશે.
અમદાવાદમાં અહીં ચાલી રહ્યું છે વિન્ટેજ કારનું પ્રદર્શન, ફરી ક્યારે નહી આવી તક !
અત્રે ઉલ્લેખનીય ચે કે, બઢતીમાં અનામત અને સીધી ભર્તીમાં જુના રોસ્ટર લાગુ કરવાની માંગ મુદ્દે દેહરાદુનમાં ગત્ત મહિને સમગ્ર પ્રદેશમાંથી આવેલા હજારો એસસી-એસટી કર્મચારીઓએ સરકારની વિરુદ્ધ સચિવાલયનો ઘેરાવ કર્યો હતો. સમગ્ર પ્રદેશમાં આવેલા અનુસૂચિત જાતીના અનેક સંગઠનો સાથે જોડાયેલા લોકોએ રાજધાની દેહરાદુનમાં સરકારની વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને પોતાની માંગણીઓ નહી સ્વિકારવામાં આવે તો સામુહિક ધર્મ પરિવર્તનની ચેતવણી પણ ઉચ્ચારી હતી.
થાય છે હજારો કિલો સાકરનો વરસાદ, જો એક ટુકડો પણ મળ્યો તો સમજો બેડો પાર !
2018નો ચુકાદો
આ અંગે સપ્ટેમ્બર 2018માં ચુકાદો આપતા જસ્ટિસ નરીમને કહ્યું કે, નાગરાજ મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો યોગ્ય હતો. એટલા માટે તે અંગે વિચારણા કરવામાં આવે તે જરૂરી નથી. એટલે કે આ મુદ્દે ફરી એકવાર 7 જજોની પીઠની પાસે મોકલવું જરૂરી નથી. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે નાગરાજ નિર્ણયનાં અનુસાર ડેટા જોઇએ પરંતુ રાહત તરીકે રાજ્યને વર્ગનાં પછાત અને જાહેર રોજગારમાં તે વર્ગનાં પ્રતિનિધિત્વની અપુરતી દેખાડનારો ડેટા એકત્ર કરવો જરૂરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube