નવી દિલ્હી : બે વર્ષ પહેલા નોટબંધી બાદ ઇસ્યુ કરવામાં આવેલ 2000 રૂપિયાની કરન્સી આજકાલ બજારમાં ઓછી દેખાઇ રહી છે. તેના મુદ્દે હવે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર 2000 રૂપિયાની કરન્સીની નોટનું છાપકામ લઘુત્તમ સ્તર પર પહોંચાડી દેવાયું છે. નાણામંત્રાલયનાં એક ટોપનાં અધિકારીએ ગુરૂવારે આ અંગે માહિતી આપી હતી. 
2016માં બહાર પડી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવેમ્બર 2016માં કેન્દ્ર સરકાર દ્વારા લાગવવામાં આવેલ નોટબંધી બાદ સરકારે 2000 રૂપિયાની નવી નોટ ઇશ્યુ કરી હતી. સરકારે 8 નવેમ્બર, 2016નાં રોજ 500 અને 1000 રૂપિયાની નોટોને ચલણથી હટાવી દીધી હતી. ત્યાર બાદ રિઝર્વ બેંકે 500ની નવી નોટ સાથે સાથે 2000 રૂપિયાની નોટ પણ જાહેર કરી હતી. 

આ છે કારણ
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રિઝર્વ બેંક અને સરકાર સમયાંતરે કરન્સીને છાપવાનો નિર્ણય કરે છે. તેનો નિર્ણય ચલણમાં રહેલી નોટોની તુલનાએ થાય છે. જે સમયે 2000ની નોટો ઇશ્યું કરવામાં આવી ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધીરે ધીરે તેને છાપવાનું ઘટાડવામાં આવશે. 2000ની નોટને ઇશ્યુ કરવાનો એક માત્ર ઇરાદો પ્રણાલીમાં તત્કાલ રોકડનો પુરવઠ્ઠો ઠાલવવાનો હતો. અધિકારીએ જણાવ્યું કે 2000ની નોટોનું છાપકામ ઘટાડી જેવામાં આવ્યું છે. 2000ની નોટોનાં છાપકામને લઘુત્તમ સ્તર પર લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

શું કહે છે આંકડાઓ
રિઝર્વ બેંક અનુસાર માર્ચ, 2017ના અંત સુધીમાં 328.5 કરોડ 2000ની નોટો ચલણમાં હતી. 31 માર્ચ, 2018ના અંત સુધીમાં આ નોટોની સંખ્યામાં સામાન્ય વદારો થશે 336.3 કરોડ સુધી પહોંચી ગયો. માર્ચ 2017 અંત સુધીમાં કુલ 18,037 અબજ રૂપિયાની કરન્સી ચલણમાં હતી. તે પૈકી 2000ની નોટોનો હિસ્સો ઘટીને 37.7 ટકા રહી ગયો.