નવી દિલ્હીઃ Currency Note Latest News: કેન્દ્ર સરકાર (Central Government)તરફથી કરવામાં આવેલી નોટબંધી બાદ ભારતીય કરન્સીને લઈને ઘણા પ્રકારના સમાચાર સામે આવતા રહે છે. જો તમારી પાસે પણ 500 રૂપિયાની નોટ  (500 Rupees Note) છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે 500 રૂપિયાની નોટ વિશે રિઝર્વ બેંક તરફથી જાણકારી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

500ની 2 પ્રકારની નોટો બજારમાં
બજારમાં 500 રૂપિયાની બે પ્રકારની નોટો જોવા મળી રહી છે અને બંને નોટોમાં થોડો તફાવત છે. આ બે પ્રકારની નોટોમાંથી એક નોટને નકલી કહેવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયોમાં નોટ નકલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો અમે તમને જણાવીએ છીએ કે કઈ છે વાસ્તવિક નોટો-


આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, આ નંબર પર MISSED CALL કરી તમારા શહેરના ભાવ જાણો


શું કહ્યું છે વીડિયોમાં?
વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે તમારે 500 રૂપિયાની એવી કોઈ નોટ ન લેવી જોઈએ, જેમાં આરબીઆઈ ગવર્નરના હસ્તાક્ષરમાંથી ગ્રીન સ્ટ્રીપ પસાર થાય અથવા ગાંધીજીની તસવીરની ખૂબ નજીક હોય. આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે એક પ્રકારની નોટ નકલી છે. પીઆઈબીએ આ વીડિયોની તથ્ય તપાસ કરી છે, જે બાદ તેનું સત્ય સામે આવ્યું છે.


બંને પ્રકારની નોટો અસલી છે
વીડિયોની ફેક્ટ ચેક બાદ જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણ રીતે ફેક છે. બજારમાં ચાલી રહેલી બંને પ્રકારની નોટો અસલી છે. જો તમારી પાસે 500 ની કોઈ પણ નોટ હોય તો ગભરાવાની જરૂર નથી. આરબીઆઈએ કહ્યું છે કે બંને પ્રકારની નોટો માન્ય છે.


આ પણ વાંચોઃ 2 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાયા શું તમને મળ્યા?, PM-KISANમાં 11.3 કરોડ ખેડૂતો કવર


જાણો વાયરલ મેસેજનું સત્ય
જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો જરાય ચિંતા ન કરો. આવા ફેક મેસેજ કોઈની સાથે શેર ન કરો. આ સિવાય તમે કોઈપણ સમાચારની ફેક્ટ ચેક પણ કરી શકો છો. આ માટે તમારે સત્તાવાર લિંકની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube