લખનઉ: પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના વિરોધની આંચમાં દિલ્હીના દર્દીઓ પણ તડપી રહ્યાં છે. આજે દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. દર્દીઓએ ભટકવાનો વારો આવી ગયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના આહ્વાન પર લગભગ 5 લાખ ડોક્ટરોની હડતાળ છે. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશન સાથે જોડાયેલા 18,000 ડોક્ટરો પણ સામેલ થયા છે. જેના કારણે કેજીએમયુ, એસજીપીજીઆઈ, લોહિયા સંસ્થાન અને તમામ ખાનગી હોસ્પિટલમાં આજે હડતાળ છે. એસજીપીજીઆઈમાં ઓપીડી અને સર્જરી સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે કેજીએમયુ અને લોહિયા સંસ્થાનમાં ફેકલ્ટી મેમ્બર્સના સહારે ઓપીડી ચલાવવાનો દાવો કરાયો છે. કેજીએમયુ, લોહિયા અને એસજીપીજીઆઈના રેસિડેન્ટ ડોક્ટરોએ કાર્યના બહિષ્કારની જાહેરાત કરી છે. જો કે એમ્સની સેવાઓ સુચારું રૂપથી ચાલુ રહેશે. હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત, સત્ર શરૂ થતા પહેલા પીએમ મોદી મીડિયા સાથે કરશે વાત


જો કે દિલ્હી મેડિકલ એસોસિએશને ડોક્ટરોને જરૂરી સેવાઓ ન ખોરવવાની અપીલ કરી છે. ડોક્ટરોની માગણી છે કે મેડિકલ પ્રોફેશનલ્સ સાથે થનારી હિંસાને પહોંચી વળવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની જરૂર છે. હોસ્પિટલોનો સેફ ઝોન જાહેર કરવી જોઈએ તથા આ ઉપરાંત સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સરકારની હોવી જોઈએ. 


ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર નહીં મળે
પશ્ચિમ બંગાળમાં ડોક્ટર પર હુમલાના વિરોધમાં આઈએમએ પણ સમર્થનમાં ઉતર્યું છે. જેના કારણે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર નહીં મળી શકે. લગભગ 30 હજાર દર્દીઓ પ્રભાવિત થઈ શકે છે. અઢી હજાર જેટલા દર્દીઓના ઓપરેશન ટળે તેવા અણસાર છે. બધાની માગણી છે કે કોલકાતામાં ડોક્ટરો પર હુમલા કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ડોક્ટરોને તેમના કાર્યસ્થળ પર સુરક્ષા આપવામાં આવે. 


જુઓ LIVE TV


પીએમ મોદીના માલદીવ પ્રવાસનો કમાલ!, તાબડતોબ ભારત માટે આવ્યાં 'સારા સમાચાર'


મંગળવારથી બંગાળમાં છે ડોક્ટરોની હડતાળ
દેશભરના ડોક્ટરો આજે હડતાળ પર ઉતર્યા છે પરંતુ પશ્ચિમ બંગાળમાં મંગળવારથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. કોલકાતાના એનઆરએસ મેડિકલ કોલેજમાં 75 વર્ષના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયા બાદ તેમના પરિજનોએ ખુબ હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરોની પીટાઈ કરી હતી. આઈએમએના એક અધિકારીએ જણાવ્યું કે સોમવારે તમામ ડોક્ટરો શાંતિપૂર્ણ આંદોલન માટે આઈએમએના હેડક્વાર્ટર પર ઉપસ્થિત રહશે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...