પીએમ મોદીના માલદીવ પ્રવાસનો કમાલ!, તાબડતોબ ભારત માટે આવ્યાં 'સારા સમાચાર'

ચીન અને માલદીવ વચ્ચે હિંદ મહાસાગરમાં વેધશાળા બનાવવાનો કરાર તૂટી શકે છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના નેતૃત્વમાં માલદીવ ચીનની નજીક આવ્યું હતું, તે દરમિયાન ચીન દ્વારા વેધશાળા બનાવવાની સંભાવના અને કરાર થવાની વાત સામે આવી હતી.

પીએમ મોદીના માલદીવ પ્રવાસનો કમાલ!, તાબડતોબ ભારત માટે આવ્યાં 'સારા સમાચાર'

નવી દિલ્હી: ચીન અને માલદીવ વચ્ચે હિંદ મહાસાગરમાં વેધશાળા બનાવવાનો કરાર તૂટી શકે છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના નેતૃત્વમાં માલદીવ ચીનની નજીક આવ્યું હતું, તે દરમિયાન ચીન દ્વારા વેધશાળા બનાવવાની સંભાવના અને કરાર થવાની વાત સામે આવી હતી. જો કે સત્તા બદલાતા અને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે પદ ગ્રહણ કર્યા બાદ આ સંબંધમાં ફરીથી ખટાશ આવી ગઈ છે કારણ કે માલદીવ હવે ફરીથી ભારત સાથે સંબંધ મજબુત કરતું જોવા મળી રહ્યું છે. 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સ્થાનિક સરકારના સૂત્રોએ જણાવ્યું કે વર્ષ 2017માં યામીને ચીનની સાથે 'પ્રોટોકોલ ઓન એસ્ટાબ્લિશમેન્ટ ઓફ જોઈન્ટ ઓશન ઓબ્ઝર્વેશન સ્ટેશન બીટવીન ચાઈના એન્ડ માલદીવ્સ' નામનો કરાર કર્યો હતો. આ કરાર ચીનને ઉત્તરમાં માલદીવના મકુનુધુમાં એક વેધશાળા બનાવવાની મંજૂરી આપવા માટે હતો. જેને  લઈને ભારતની સુરક્ષા મુદ્દે ચિંતા વધી ગઈ હતી. જો કે હવે આ કરાર પર ચર્ચા બંધ છે. 

જો આ કરાર થાત તો ચીનીઓને હિંદ મહાસાગરના મહત્વપૂર્ણ રસ્તા પર અતિ મહત્વનો અડ્ડો મળી જાત જેના દ્વારા અનેક વેપારી અને અન્ય જહાજોની અવરજવર થાય છે. તે ભારતની સમુદ્રી સીમાની ખુબ નજીક હોત અને માલદીવ સાથેના સંબંધોને ધ્યાનમાં લેતા તે ખુબ પડકારભર્યુ સાબિત થાત. 

જુઓ LIVE TV

આ કરારને લઈને યામીન સરકારે હજુ કોઈ અધિકૃત જાહેરાત નથી કરી પરંતુ ટાઈમ્સમાં પહેલીવાર આ અંગે અહેવાલ સામે આવ્યાં બાદ ચીને સ્થિતિને સ્પષ્ટ કરતા કહ્યું હતું કે વેધશાળાનો ઉપયોગ સૈન્ય હેતુ માટે નથી. 

આ બાજુ પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જ માલદીવના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે ભારતની વિકાસાત્મક ભાગીદારી બીજાને સશક્ત બનાવવા માટે હતી, તેમની ભારત પર નિર્ભરતા વધારવા અને નબળા કરવા માટે નહીં. આમ કહીને તેમણે ચીન પર નિશાન સાધ્યું હતું. માલદીવમાં પીએમ નરેન્દ્ર મોદીને દેશના સૌથી મોટા સન્માન 'નિશાન ઈજ્જુદ્દીન'થી પણ નવાજવામાં આવ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news