PM મોદીના જન્મદિવસ નિમિત્તે આ રેસ્ટોરન્ટે તૈયાર કરી `56 ઈંચની થાળી`, જો બધુ ખાઈ લો તો 8 લાખનું ઈનામ
PM Narendra Modi Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે જ્યાં દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે ત્યાં દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં `56 ઈંચની થાળી` ખાવાની તક મળશે અને આ સાથે જ બે લોકોને કેદારનાથ જવાનો અવસર પણ મળશે.
PM Narendra Modi Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે જ્યાં દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે ત્યાં દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં '56 ઈંચની થાળી' ખાવાની તક મળશે અને આ સાથે જ બે લોકોને કેદારનાથ જવાનો અવસર પણ મળશે. રેસ્ટોરન્ટ પોતાના તરફથી બે લોકોને કેદારનાથ મંદિરમાં દર્શન કરવાની તક આપશે. કર્નોટ પ્લેસ સ્થિત આડરેર 2.1 નામની રેસ્ટોરન્ટ તરફથી ઓફર 17 સપ્ટેમ્બરથી લઈને 26 સપ્ટેમ્બર સુધી રહેશે.
રેસ્ટોરન્ટના માલિક સુમિત કાલરાએ જણાવ્યું કે 'પ્રધાનમંત્રીના જન્મદિવસના અવસરે કાલથી એટલે કે 17 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન જે પણ આવશે તેમને અમે પ્રધાનમંત્રીજીની મનગમતી જગ્યા કેદારનાથ મંદિર મોકલીશું. જે રીતે પીએમ મોદી દેશનું ભલું કરી રહ્યા છે તે જ રીતે અમે ઈચ્છીએ છીએ કે અમે બે વ્યક્તિનું ભલું કરીએ.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube