શ્રીનગર : કાશ્મીરના (Kashmir) 99 વિસ્તારોમાંથી પ્રતિબંધ હટી ચુક્યો છે. જમ્મુ કાશ્મીર સરકારે (Jammu and Kashmir Government) કાશ્મીરમાં પોસ્ટપેડ મોબાઇલ સેવાઓ (Post paid Mobile Services) સોમવારે બપોરે 12 વાગ્યે ચાલુ કરવાની જાહેરાત કરી છે. કાશ્મીરનાં લોકો નવી જાહેરાતનું સ્વાગત કર્યું છે. બે મહિનાથી પણ વધારે લાંબા સમયગાળા સુધી બંધ રહ્યા બાદ જમ્મુ અને કાશ્મીર તંત્રએ સોમવારે કાશ્મીરમાં તમામ પોસ્ટપેડ મોબાઇલ સેવાઓ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ગુજરાતના મહેમાન, હીરા બા સાથે કરશે મુલાકાત
સરકારના પ્રવક્તા રોહિત કંસલે પત્રકારોને જણાવ્યું કે, તમામ નેટવર્કનાં પોસ્ટપેડ મોબાઇલ ફોન સોમવારે બપોરે 12 વાગ્યાથી ચાલુ થઇ જશે. સરકારે આ નિર્ણય ઉચ્ચ સ્તરીય બેઠક અને લોકોની વધતી માંગને જોતા કર્યો છે. સરકારનાં આ પગલાથી રાજ્યમાં આવનારા પર્યટકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મદદ મળશે. જે ફોન કનેક્ટિવિટીના કારણે પરેશાન હતા.


મહારાષ્ટ્રનાં કેટલાક ખાસ લોકોને 370 હટતા ખુબ જ તકલીફ થઇ રહી છે: પ્રસાદ
ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: રઘુરામ રાજનની ચેતવણી
મોબાઇલ ફોન ચાલુ કરવાનાં પગલાને રાજ્યમાં સમાનતાને ચાલુ કરવા અને લોકોને રાહત આપવા માટે એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે. 5 ઓગષ્ટે અનુચ્છેદ 370ને રદ્દ કરી દેવામાં આવી હતી. આ અઠવાડીયાની શરૂઆતમાં અધકારીઓએ પર્યટકોને પણ રાજ્ય છોડવા માટેની સલાહ આપતા  એક એડ્વાઇઝરી જાહેર કરી હતી, તેને પણ રદ્દ કરી દીધી છે.


જ્યારે પ્લેનમાં ન્યૂડ થઇને સ્વીડિશ નાગરિકે હોબાળો કરવાનું ચાલુ કર્યું
કંસલે કહ્યું કે, શાળાએ જતા વિદ્યાર્થીઓ પરિવાર સાથે સંપર્કમાં રહી શકે છે, વ્યવસાયી ગ્રાહકોનાં સંપર્કમાં રહી શકે છે. ટ્રાન્સપોર્ટર અને પર્યટનના વેપારીઓ પોતાના ક્લાઇન્ટનાં સંપર્કમાં રહી શકે છે. અને કાશ્મીરીઓનું જીવન ફરી એકવાર પુર્વવત થવા જઇ રહ્યું છે.


VIDEO: સેમીફાઇનલમાં મળેલા પરાજય અંગે મેરીકૉમે ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર શેર કરી મેચ
સરકારના અનુસાર ખીણ વિસ્તારમાં શાંતિને ભંગ કરવાનાં પ્રયાસો પાકિસ્તાન સમર્થિક આતંકવાદી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કંસલે કહ્યું કે, વિશ્વસનીય સુત્રો અનુસાર કોઇ મોટો આતંકવાદી હુમલો કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. જેના કારણે ખીણમાં લોકોનાં જોખમ છે અને શાંતિ ભંગનો પ્રયાસ પણ થઇ શકે છે. લશ્કર એ તોયબા, જૈશ જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોને પણ જવાબદાર ઠેરવ્યા હતા. ઇનપુટ હતું કે  આ આતંકવાદી હુમલાઓ પઆચળ ન માત્ર જીવન અને સંપત્તીનું નુકસાન પરંતુ જમ્મુ કાશ્મીરના લોકોમાં ભય અને આતંકની લાગણી ફરી પેદા કરવાનું છે.