રાફેલ કેસ: સુપ્રીમમાં ફરી થશે સુનાવણી, સરકાર પર ખોટી માહિતી આપવાનો આરોપ
રાફેલ મામલે પુર્નવિચાર અરજી અને સરકાર વિરુદ્ધ કોર્ટમાં ખોટી માહિતી આપવા સામે દાખલ થયેલી અરજીઓ પર જલદી સુનાવણી માટે અરજીકર્તા પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં ફરીથી ગુહાર લગાવી છે.
નવી દિલ્હી: રાફેલ મામલે પુર્નવિચાર અરજી અને સરકાર વિરુદ્ધ કોર્ટમાં ખોટી માહિતી આપવા સામે દાખલ થયેલી અરજીઓ પર જલદી સુનાવણી માટે અરજીકર્તા પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં ફરીથી ગુહાર લગાવી છે. જેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે જલદી આ મામલે સુનાવણી કરીશું. આ માટે વિશેષ બેન્ચની રચના પણ કરવામાં આવશે. વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ મામેલ કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કોર્ટને ગેરમાર્ગે દોરવા અને ખોટી જુબાની સંબંધે અભિયોગની માગણી કરનારી અરજી ઉપર પણ સુનાવણીની ભલામણ કરી. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે પોતાના ચુકાદાની માગણી સંબંધિત અરજી પર સુનાવણી કરવા સહમતિ વ્યક્ત કરી.
પાકિસ્તાનના PMને પોતાના મિત્ર ગણનારા લોકો આધુનિક ભારતના 'જયચંદ' છે: સ્મૃતિ ઈરાની
સુપ્રીમ કોર્ટે આપી હતી ક્લિન ચીટ
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ મામલે ચુકાદો આપતા કેન્દ્ર સરકારને ક્લિન ચીટ આપી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે રાફેલ ડીલની પ્રક્રિયામાં કોઈ ખામી રહી નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અમે આ મામલે 3 પોઈન્ટ- ડીલ લેવાની પ્રક્રિયા, કિંમત અને ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની પ્રક્રિયા પર વિચાર કર્યો અને જાણ્યું કે કિંમતની સમીક્ષા કરવાનું કામ કોર્ટનું નથી જ્યારે એરક્રાફ્ટની જરૂરિયાતને લઈને કોઈ શંકા નથી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત 31 ઓક્ટોબર 2018ના રોજ સરકારને સીલબંધ કવરમાં રાફેલની કિંમત અને તેનાથી થયેલા ફાયદાની વિગતો આપવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ કહ્યું હતું કે ડીલની નિર્ણય પ્રક્રિયા તથા ઈન્ડિયન ઓફસેટ પાર્ટનર પસંદ કરવાની જેટલી પણ પ્રક્રિયા સાર્વજનિક થઈ શકે તેની વિગતો અરજીકર્તાઓને આપો.
PM મોદીની ભલામણ પર સાઉદી અરબે તત્કાળ 850 ભારતીય કેદીઓને છોડી મૂકવાનો આપ્યો આદેશ
સરકારે આદેશનું પાલન કરતા વિગતો આપી. સરકારે ડીલની નિર્ણય પ્રક્રિયાની જે વિગતો પક્ષકારોને આપી તેમાં કહેવાયું હતું કે રાફેલની રક્ષા ખરીદી ડીલમાં નક્કી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે. 36 રાફેલ વિમાનોની ખરીદીની ડીલ અગાઉ ડિફેન્સ એક્યુઝિશન કાઉન્સિલ (ડીએસી)ની મંજૂરી લેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ કરાર પહેલા ફ્રાન્સ સાથે સોદાબાજી માટે ઈન્ડિયન નેગોશિએશન ટીમ (આઈએનટી) બનાવાઈ હતી જેણે લગભગ એક વર્ષ સુધી ડીલ માટે વાતચીત કરી અને ખરીદ ડીલ પર હસ્તાક્ષર અગાઉ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (સીસીએ) તથા કોમ્પીટીટ ફાઈનાન્શિયલ ઓથોરિટી (સીએએફએ)ની મંજૂરી લેવાઈ હતી.
રાફેલ ડીલમાં કોઈ કૌભાંડ નથી-દસોલ્ટ સીઈઓ
આ અગાઉ રાફેલ ડીલમાં કોઈ કોભાંડ થયું નથી તેનો ઉલ્લેખ કરતા ફાઈટર વિમાનના નિર્માતા દસાલ્ટ એવિએશને બુધવારે કહ્યું હતું કે ભારતીય વાયુસેના માટે 110 વિમાનોની આપૂર્તિની દોડમાં તે પણ સામેલ છે. જેના માટે સરકારે ગત વર્ષે એક આરએફઆઈ બહાર પાડી હતી.
ડીલ માટે આરએફઆઈ છ એપ્રિલ 2018ના રોજ બહાર પડાઈ હતી. જે ફાઈટર વિમાનોની પહેલી મોટી ખરીદ પહેલ હતી. લગભગ 6 વર્ષ અગાઉ 126 મીડિયમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) ખરીદવાની પ્રક્રિયા સરકાર દ્વારા રદ કરાયા બાદ આ પગલું લેવાયું હતું.
'શોટગન'નો જબરદસ્ત યુ ટર્ન, PM મોદીના કર્યાં વખાણ, ભાજપે કહ્યું-'ટિકિટની કોઈ ગેરંટી નથી'
એનડીએ સરકારે 36 રાફેલ ડબલ એન્જિનવાળા ફાઈટર વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સરકાર સાથે 7.87 અબજ યુરો (લગભગ 59,000 કરોડ રૂપિયા)ની એક ડીલ પર હસ્તાક્ષર કર્યા હતાં. દસોલ્ટ એવિએશનના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) એરિક ટ્રેમ્પિયરે કહ્યું કે રાફેલ ડીલમાં કોઈ કૌભાંડ થયું નથી. અમે 36 વિમાનો આપવાના છીએ. જો ભારત સરકાર વધુ વિમાન ઈચ્છતી હોય તો અમે તે આપવામાં ખુશી અનુભવીશું.
રાજકીય વિવાદ
નોંધનીય છે કે આ ડીલને લઈને રાજકીય વિવાદ છેડાયો છે. હકીકતમાં કોંગ્રેસ સતત મોદી સરકાર પર આરોપ લગાવી રહી છ ેકે રાફેલ વિમાનોની વધુ કિંમતની ડીલ દ્વારા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની કંપની રિલાયન્સને ફાયદો પહોંચાડવામાં આવી રહ્યો છે. વિપક્ષે 2019ની લોકસભા ચૂંટણીને લઈને પોતાના પ્રચાર અભિયાનમાં પણ આ મુદ્દાને સામેલ કર્યો છે.