નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાને લઈને કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હવે મધ્યપ્રદેશના એક કોંગ્રેસ નેતાએ આ નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ પિટિશન ફાઇલ કરી છે. નોંધનીય છે કે કોંગ્રેસે પહેલા પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સ્પષ્ટ સહમતિ કે અસહમતિ વ્યક્ત કરી નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ચીફ જસ્ટિસ યૂયૂ લલિતના નેતૃત્વમાં 5 જજોની પીઠે 3:2 ના બહુમતથી ચુકાદો આપ્યો હતો. ચુકાદો બંધારણના 103માં સંશોધનના પક્ષમાં સંભળાવવામાં આવ્યો હતો. પરંતુ પૂર્વ સીજેઆઈ યૂયૂ લલિત અને જસ્ટિસ રવીન્દ્ર ભટે સરકારના નિર્ણય વિરુદ્ધ પોતાનો મત રાખ્યો હતો. બાકી ત્રણેય જજોએ આર્થિક અનામતના સમર્થનમાં પોતાના વિચાર રાખ્યા હતા. તેમનું કહેવું છે કે આ કોટા બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ નથી. આ રીતે જનરલ વર્ગને આર્થિક આધાર પર મળનાર રિઝર્વેશન યથાવત રહેશે. પરંતુ હવે જોવાનું છે કે કોંગ્રેસ નેતાની અરજી પર સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે. 


Shraddha Murder Case: મરતા પહેલાં છેલ્લીવાર શ્રદ્ધાએ તેની ફ્રેન્ડને શું મેસેજ કર્યો


દક્ષિણમાંથી ઉઠ્યો ઈડબ્લ્યૂએસ કોટા વિરુદ્ધ વિરોધ
જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ દક્ષિણ રાજ્યોમાંથી ઉઠતી માંગના દબાવમાં છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ કોંગ્રેસ સહિત ઘણા રાજકીય પક્ષોને બોલાવીને સર્વદળીય બેઠક કરી અને 103માં સંશોધનનો અસ્વીકાર કર્યો હતો. તે હેઠળ 10 ટકા અનામત આપવામાં આવે છે. તમિલનાડુથી ઉઠતા અવાજને જોઈને કોંગ્રેસે કહ્યું હતું કે આ ચુકાદા પર હજુ વિચાર કરી શકાય છે. તેની રાજકીય સમીક્ષા કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube