Shraddha Murder Case: મરતા પહેલાં છેલ્લીવાર શ્રદ્ધાએ તેની ફ્રેન્ડને શું મેસેજ કર્યો હતો?

Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં એક બાદ એક નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. હવે આ કેસમાં મહત્ત્વના પુરાવા રૂપ બની શકે છે શ્રદ્ધાની લાસ્ટ ચેટ તે પણ સામે આવી છે.

Shraddha Murder Case: મરતા પહેલાં છેલ્લીવાર શ્રદ્ધાએ તેની ફ્રેન્ડને શું મેસેજ કર્યો હતો?

Shraddha Murder Case: હત્યા પહેલાં શ્રદ્ધાએ લેખિત ફરિયાદ કરી હતી કે આફતાબ તેના તૂટડા કરવા માંગે છે, છતાં પોલીસ કેમ રહી ચૂપ? શ્રદ્ધાની હત્યા થઈ એ પહેલાં શ્રદ્ધાએ કોની સાથે વાત કરી હતી? શ્રદ્ધાએ છેલ્લાં મેસેજમાં શું વાત કરી હતી? શ્રદ્ધા પોલીસની મિત્રને ઈસારામાં શું કહેવા માંગતી હતી? આવા અનેક સવાલો અત્યારે શંકાના ઘેરામાં ઘેરાયેલાં છે. 

શ્રદ્ધાની હત્યા એટલેકે, 18 મે ના દિવસે હત્યારા આફતાબે ન માત્ર ત્રણ બ્લેડ ખરીદી હતી. પણ તેણે એક હથોડો અને 250 ગ્રામ મોટા ખિલ્લા પણ ખરીદ્યાં હતાં. હત્યા પહેલાં છેલ્લીવાર શ્રદ્ધાએ પોતાની એક મિત્ર સાથે મેસેજમાં વાત કરી હતી. ત્યાર બાદ આખો દિવસ તેની મિત્ર મેસેજ કરતી રહી પણ સામેથી જવાબ આવ્યો નહીં. આ ચેટ 18 મ બપોરે 4 વાગ્યેની 34 મિનિટની હતી. ત્યાર બાદ હત્યાના 4 મહિના બાદ આફતાબે શ્રદ્ધાની કોમન ફ્રેન્ડ સાથે વાતચીત કરી. જેમાં તેણે એવું લખ્યું કે શ્રદ્ધાને કહો કે મારી સાથે વાત કરે મને કોલ કરે. અસલમાં તે એવું દર્શાવવા માંગતો હતો કે શ્રદ્ધા તેને છોડીને ક્યાંક ચાલી ગઈ છે. 

હત્યાના થોડા સમય પહેલાની શ્રદ્ધાની છેલ્લી ચેટ સામે આવી, મિત્રને કહ્યું હતું- ‘I’ve got News’પણ તેને ક્યાં ખબર હતી આ ચેટ તેની છેલ્લી વાતચીત બની જશે. આ દરમિયાન શ્રદ્ધાને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. શ્રદ્ધાના મોતના થોડા સમય પહેલા તેની છેલ્લી ચેટ સામે આવી છે. 18 મે 2022એ રાત 9થી 10 વાગ્યા વચ્ચે શ્રદ્ધાની હત્યા થઈ હતી. તે અગાઉ સાંજે 4.34 વાગ્યે શ્રદ્ધાએ પોતાની એક ફ્રેન્ડને મેસેજ કર્યો હતો.

 

— Zee News (@ZeeNews) November 23, 2022

 

ફ્રેન્ડને કહેવા માંગતી હતી મારી પાસે એક સમાચાર છે-
પોતાની છેલ્લી ચેટમાં શ્રદ્ધા પોતાની ફ્રેન્ડને કઈંક કહેવા માગતી હતી. તેણે પોતાની ફ્રેન્ડને ત્રણ મેસેજ કર્યાં હતાં. તેમાં શ્રદ્ધાએ લખ્યું હતું કે Dude, I have got news’ એટલે કે મારી પાસે એક સમાચાર છે. તેનાથી સ્પષ્ટ છે કે શ્રદ્ધા પોતાની ફ્રેન્ડને મહત્વ વાત કહેવાની હતી પણ તેને ક્યાં ખબર હતી તે તેનો છેલ્લો મેસેજ બની જશે. ત્યાર બાદ શ્રદ્ધાએ ફરી લખ્યું I got super busy with something એટલે કે હું કોઈ જગ્યાએ ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ હતી. શ્રદ્ધા તેના જે ફ્રેન્ડને મેસેજ કરતી હતી તે તરત રિપ્લાઈ નહોતો કરતો, બે કલાક બાદ તેણે રિપ્લાઈ કર્યો હતો.

શ્રદ્ધા-આફતાબ વિશે વધુ એક મોટી માહિતી સામે આવી રહી છે. પોલીસ સૂત્રોનું માનીએ તો વર્ષ 2020માં શ્રદ્ધાએ આફતાબ વિરુદ્ધ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. આમાં શ્રદ્ધાએ જણાવ્યું કે આફતાબ તેના ટુકડા કરવાની ધમકી આપે છે. આફતાબના હિંસક વલણથી વ્યથિત શ્રદ્ધા વાકરે મુંબઈના તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. શ્રદ્ધાએ પોલીસને જણાવ્યું હતું કે આફતાબથી તેને ખતરો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news