મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં આરોપી રિયા ચક્રવર્તી સાથે NCBની પૂછપરછ ચાલી રહી છે. રવિવાર અને સોમવારના થયેલી પૂછપરછ બાદ હવે આજે ત્રીજા દિવસે પણ પૂછપરછ માટે રિયાને NCBએ બોલાવી છે. 10.35 મિનિટ પર રિયા NCB ઓફિસ પહોંચી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અભિનેતા Jaya Prakash Reddyનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શોકમાં સાઉથ ઇન્ડસ્ટ્રી


આજે થઇ શકે છે ધરપકડ
એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, સુશાંતના મોતથી સંબંધિત ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની આજે ધરપકડ થઇ શકે છે. રિયાનો ભાઇ શોવિકને શનિવારના NCBએ કસ્ટડીમાં લીધો હતો. ત્યારે હવે આજે રિયાની ધરપકડ થવાની આશંકા સામે આવી રહી છે.


આ પણ વાંચો:- જ્યારે એક-બીજાને જોઇ રડવા લાગ્યા રિયા અને શોવિક, સુશાંતની બહેન પર લગાવ્યો આરોપ


સોમવારના શું બાંદ્રા પોલીસ સ્ટેશન ગઇ હતી રિયા
સોમવાર સાંજે લગભગ પોણા 6 કલાક બાદ રિયા ચક્રવર્તી બાંદ્રા પોલીસ સ્ટેશનથી નીકળી તેના ઘરે પહોંચી હતી. સતત બીજા દિવસે, એનસીબીના અધિકારીઓએ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવી હતી, તે રાત્રે 10 વાગ્યે જ્યારે રિયા ચક્રવર્તી પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી હતી. જ્યાં એનસીબી અધિકારીઓની સતત 8 કલાકની પુછપરછ બાદ રિયા એનસીબી ઓફિસની બહાર નીકળી હતી, જે પાછળથી સીધા તેના ઘરે જતી હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ એનસીબી ઓફિસથી નીકળ્યા પછી રિયા સીધા બાંદ્રા પોલીસ સ્ટેશન ગઈ, જ્યાં તેણે પ્રિયંકા સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર