કોંગ્રેસમાં મતભેદ! સિબ્બલને ગેહલોતની ચેતવણી, આંતરિક મામલાને મીડિયામાં કેમ લાવો છો?
અશોક ગેહલોતનું કહેવુ છે કે કપિલ સિબ્બલના નિવેદનથી કોંગ્રેસ કાર્યકર્તા દુખી થયા છે. તેમણે કહ્યું કે, પાર્ટીના આંતરિક મામલાને મીડિયામાં લાવવાની જરૂર નથી. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીએ ઘણા ખરાબ સમય જોયા છે. વર્ષ 1969, 1977 અને પછી 1996મા પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઈ પરંતુ પાર્ટીએ પોતાની નીતિઓ, વિચારધારા અને નેતૃત્વમાં વિશ્વાસના દમ પર શાનદાર વાપસી કરી હતી.
નવી દિલ્હીઃ વિભિન્ન રાજ્યોમાંયોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના પ્રદર્શનને લઈને આત્મમંથન કરવાની જગ્યાએ મતભેદના સમયમાંથી પસાર થતી જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના ઈન્ટરવ્યૂને લઈને પાર્ટી નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જવાબ આપ્યો છે. તેમણે પાર્ટીના આંતરિક મામલાને મીડિયામાં ન લાવવાની વાત કહી છે.
અશોક ગેહલોતનું કહેવુ છે કે કપિલ સિબ્બલના નિવેદનથી કોંગ્રેસ કાર્યકર્તા દુખી થયા છે. તેમણે કહ્યું કે, પાર્ટીના આંતરિક મામલાને મીડિયામાં લાવવાની જરૂર નથી. તેમણે કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટીએ ઘણા ખરાબ સમય જોયા છે. વર્ષ 1969, 1977 અને પછી 1996મા પાર્ટી ખરાબ સમયમાંથી પસાર થઈ પરંતુ પાર્ટીએ પોતાની નીતિઓ, વિચારધારા અને નેતૃત્વમાં વિશ્વાસના દમ પર શાનદાર વાપસી કરી હતી. દરેક ખરાબ સમય પછી પાર્ટી વધુ મજબૂત બનીને બહાર આવી છે. સોનિયા ગાંધીના નેતૃત્વમાં વર્ષ 2004મા યૂપીએએ સરકાર બનાવી હતી. આ વખતે પણ આપણે આ સ્થિતિમાંથી બહાર આવીશું.
બિહાર વિધાનસભાનું પ્રથમ સત્ર 23 નવેમ્બરે, પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરાશે
કપિલ સિબ્બલનું નિવેદન
હકીકતમાં કપિલ સિબ્બલે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પાર્ટીની રાજ્યોમાં થઈ રહેલી હારને લઈને આત્મમંથનની વાત કહી હતી. પોતાના ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે, 'દેશના લોકો, ન માત્ર બિહારના, પરંતુ જ્યાં પેટાચૂંટણી થઈ, સ્પષ્ટ પણે કોંગ્રેસને એક પ્રભાવી વિકલ્પ માનતા નથી. આ એક નિષ્કર્ષ છે. બિહારમાં વિકલ્પ આરજેડી જ હતો. અમે ગુજરાતમાં બધી પેટાચૂંટણી હારી ગયા. લોકસભા ચૂંટણીમાં પણ અમે ત્યાં બધી સીટ ગુમાવી હતી. ઉત્તર પ્રદેશની ઘણી સીટો પર કોંગ્રેસ ઉમેદવારોને માત્ર 2 ટકાથી ઓછા મત મળ્યા. મને આશા છે કે કોંગ્રેસ આત્મમંથન કરશે.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube