નવી દિલ્હી: ભારતીય અવકાશ અનુસંશોધન સંગઢન (ઈસરો)એ બુધવારે (22 મે)ની સવારે 5:30 વાગે આંધ્ર પ્રેદશના શ્રીહરિકોટાથી રડાર ઇમેજિંગ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે, RISAT-2Bને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે. આ સેટેલાઇટના લોન્ચ થવાથી ભારતીય ઇન્ટેલિજન્સ ક્ષમતાઓ વધુ મજબૂત થશે. 615 કિલોગ્રામનો આ સેટેલાઇટ આકાશમાં ભારતની ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને બમણી કરવામાં અસરકારક સાબિત થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: જો હું રામપુર સીટ 3 લાખ વોટથી ન જીત્યો તો સમજી લો હિન્દુસ્તાનમાં બેઈમાની થઈ: આઝમ ખાન


સિંથેટિક અપર્ચર રડાર (સાર) ઇમેજર પણ મોકલવામાં આવ્યો
RISAT-2B સેટેલાઇટનો ઉપયોગ કોઇ પણ પ્રકારની ઋતુમાં સમાધાન પ્રવૃત્તિઓ, વ્યૂહાત્મક સુપરવાઇઝર અને આપત્તિ વ્યવસ્થાપનમાં સરળતાથી કરવામાં આવી શકે છે. રીસૈટ-2બી સેટેલાઇટની સાથે ઇસરોએ આકાશગંગામાં સિંથેટિક અપર્ચર રડાર (સાર) ઇમેજર મોકલ્યો છે. આ સારથી રીસેટ-2બી સેટેલાઇટનું સંચાર સેવાઓ સતત ચાલુ રહેશે અને તે વૈજ્ઞાનિકોને ભારતને ગુપ્ત જાણકારી ઉપલ્બ્ધ કરાવવામાં સક્ષમ થશે.


વધુમાં વાંચો: કોંગ્રેસના પ્રવક્તાએ ઉત્તર ભારતીય મતદારો વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન 


કુદરતી આપત્તિઓમાં કરશે મદદ
આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત તે માનવામાં આવે છે તે આ કુદરતી આપત્તિઓમાં મદદ કરશે. આ સેટેલાઇટ દ્વારા અંતરિક્ષથી જમીન પર 3 ફિટ ઉંચાઇ સુધીની ઉમ્દા તસવીરો પણ લઇ શકાય છે. જણાવી દઇએ કે, 26/11 મુંબઇ હુમલા બાદ આ સીરીઝની સેટેલાઇટને બોર્ડરની દેખરેખ અને ઘૂસણખોરી રોકવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. 26/11 મુંબઇ હુમલા બાદ ભારત નથી ઇચ્છતું કે આવી કોઇપણ ભુલ થાય, જેનાથી દેશના નાગરિકોની સુરક્ષા ખતરામાં આવે.


વધુમાં વાંચો: આ વખતનો ચૂંટણી પ્રચાર મને તીર્થ યાત્રા જેવો લાગ્યો: પીએમ મોદી 


આતંકી ઘૂસણખોરી રોકવાની સાથે સાથે આ સેટેલાઇટ દેશના નાગરિકોની સુરક્ષાના હિતમાં ઘણો સહાયક બનશે. ઇસરો પ્રમુખ શિવને મિશનને ઘણું મહત્વપૂર્ણ જણાવ્યું પરંતુ પ્રમાણિકપણે માહિતી આપી નહીં.


વધુમાં વાંચો: બર્ગરના શોખીનો સાવધાન...અત્યંત જાણીતી કંપનીનું બર્ગર ખાતા જ વ્યક્તિના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું


આ પહેલા 1 એપ્રિલે ઇસરોએ ભારતીય રોકેટ પોલર સેટેલાઇ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહ, એમિસેટનું પ્રક્ષેપણ કર્યું હતું. એમીસેટ ઉપગ્રહનો ઉદેસ્ય વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રને માપવાનું છે. પીએસએલવીને ભારતના બે મહત્વના મિશનો 2008માં ‘ચંદ્રયાન’ અને 2013માં ‘મંગળ ઓર્બિટર’માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જૂન 2017 સુધી 39 સતત સફળ પ્રક્ષેપણ માટે ઇસરો સૌથી વિશ્વાસપાત્ર અને ખુબજ ઉપયોગી પ્રક્ષેપણ યાન છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...