બર્ગરના શોખીનો સાવધાન...અત્યંત જાણીતી કંપનીનું બર્ગર ખાતા જ વ્યક્તિના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું

મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ગ્રાહકને દુનિયાની અત્યંત જાણીતી ફાસ્ટફૂડ કંપનીનો બર્ગર ખાવો ભારે પડી ગયો.

બર્ગરના શોખીનો સાવધાન...અત્યંત જાણીતી કંપનીનું બર્ગર ખાતા જ વ્યક્તિના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ગ્રાહકને દુનિયાની અત્યંત જાણીતી ફાસ્ટફૂડ કંપનીનો બર્ગર ખાવો ભારે પડી ગયો. બર્ગર ખાધા બાદ ગ્રાહકના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તેની હાલત ખરાબ થવા લાગી હતી. મળતી માહિતી મુજબ સાજિદ પઠાણ ઓટોરિક્ષા ડ્રાઈવર છે તેણે જણાવ્યું કે તે તેના મિત્રો સાથે ભોજન માટે પુણેના ફર્ગ્યુસન રોડ પર આવેલા બર્ગર કિંગની દુકાને ગયો હતો. તેણે બર્ગરનો પહેલો ટુકડો ખાધો, અચાનક તેને ગળામાં કઈંક ફસાયેલું મહેસૂસ થયું અને ખુબ દુખાવો પણ થયો. તેને મોંઢામાં ઘસરકા જેવું લાગ્યું. જ્યારે તે થૂંક્યો તો તેમાં લોહી પણ નીકળેલું જોવા મળ્યું. 

પોલીસના જણાવ્યાં મુજબ 31 વર્ષના આ વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને જાણીતી વૈશ્વિક ફાસ્ટ ફૂડ કંપનીની એક દુકાનમાંથી લીધેલા બર્ગરમાં કાચના ટુકડાં મળ્યાં. ફરિયાદકર્તા સાજિદ પઠાણ ઓટોરિક્ષા ચાલક છે. તેણે જણાવ્યું કે 15મી મેના રોજ તે પોતાના મિત્રો સાથે ભોજન માટે પુણેની ફર્ગ્યુસન રોડ પર આવેલી બર્ગર કિંગની દુકાને ગયો હતો. 

ડેક્કન જીમખાના પોલીસ સ્ટેશનમાં એક અધિકારીના જણાવ્યાં મુજબ, ફરિયાદકર્તાના કહેવા અનુસાર તેણે બર્ગર, ફ્રાઈઝ અને કોલ્ડ ડ્રિંક મંગાવ્યાં હતાં. જેવું તેણે બર્ગરનો પહેલો ટુકડો ખાધો કે અચાનક તેને ગળામાં કઈંક ફસાયેલું લાગ્યું અને ખુબ દુખાવો પણ થયો. 

— ANI (@ANI) May 21, 2019

પઠાણે આરોપ લગાવ્યો કે તેને મોઢામાં ઘસરકા જેવું લાગ્યું અને જ્યારે તે થૂંક્યો તો તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. અધિકારીએ જણાવ્યું કે ફરિયાદકર્તાના જણાવ્યાં મુજબ જ્યારે તેણે હાથમાં બચેલા બર્ગરને તપાસ્યું તો તેની અંદરથી કાંચના ટુકડાં નીકળ્યાં. પઠાણે ફરિયાદ કરી કે દુકાનના કર્મચારીઓ તેના ટેબલ પાસે આવ્યાં અને ખાદ્ય સામગ્રી સાથે ટ્રે પોતાની સાથે લઈ ગયાં. આ સાથે જ તેમણે તેને હોસ્પિટલ જવાની સલાહ આપી. 

જુઓ LIVE TV

વ્યક્તિએ દાવો કર્યો કે કાચના કેટલાક ટુકડાં તેના પેટમાં જતા રહ્યાં જેની સારવાર ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું કે રવિવારે તેણે પોલીસનો સંપર્ક કર્યો અને દુકાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પોલીસે જણાવ્યું કે અમે બર્ગર કિંગના એરિયા મેનેજર, સ્ટોર મેનેજર અને સુપરવાઈઝર વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 337 (કોઈના જીવનને જોખમમાં નાખવું કે અન્યની વ્યક્તિગત સુરક્ષાને નુકસાન પહોંચાડવું) તથા 34 (સામાન્ય ઈરાદા) હેઠળ મામલો નોંધ્યો છે. તપાસ ચાલુ છે. 

બર્ગર કિંગે એક નિવેદનમાં જણાવ્યું કે અમે સારી ગુણવત્તાની પ્રક્રિયાનું પાલન કરીએ છીએ અને અમારા ઉત્પાદનોને અનેક સ્તરે તપાસ અને પરખ કરાય છે. અમે અમારા તમામ અતિથિઓની ફરિયાદોને ખુબ મહત્વ આપીએ છીએ અને આ ફરિયાદ સંદર્ભે પણ અમે તપાસ કરી રહ્યાં છીએ તથા અધિકારીઓનો સહયોગ કરી રહ્યાં છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news