નવી દિલ્હીઃ ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવતા વ્રતને સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે.  આ વ્રત મોટેભાગે સ્ત્રીઓ માસિક ધર્મ દરમિયાન જાણે-અજાણે થતા દોષોના નિવારણ માટે કરે છે. સામા પાંચમની પૌરાણિક વ્રતની કથા પણ મહિલાઓના માસિક ધર્મ સાથે સંબંધિત છે. સામા પાંચમને ઋષિ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ વ્રત કરવાથી સપ્તઋષિઓની કૃપા દ્રષ્ટિ રહે છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૌરાણિક વ્રત કથા-
ઘણા સમય પહેલા વેધર નામનો બ્રાહ્મણ તેના પરિવાર સાથે રહેતો હતો તેના પરિવારમાં પત્ની પુત્ર અને એક પુત્રી હતી. બ્રાહ્મણે પુત્રીના લગ્ન એક સારા બ્રાહ્મણ પરિવારમાં કર્યા હતા. કમનસીબે બ્રાહ્મણના જમાઈનું અવસાન થયું ત્યારબાદ વિધવા પુત્રી પિતાના ઘરે પરત આવીને રહેવા લાગી. એક દિવસે અડધી રાતે પુત્રીના શરીરમાં કીડા પડ્યા અને ખૂબ જ પીડા થવા લાગી. આ જોઈ બ્રાહ્મણને ચિંતા થઈ. તે તુરંત પુત્રીને ઋષિ પાસે લઈ ગયા.


ઋષિએ કહ્યું કે બ્રાહ્મણની પુત્રી આ દશા તેના પાછલા જીવનમાં કરેલી ભૂલોના કારણે થઈ છે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીને ઘરનાં કોઈપણ કાર્યો કરવાનો તથા વસ્તુનો સ્પર્શ કરવાની મનાઈ છે. બ્રાહ્મણની પુત્રીએ આ વાતનું પાલન ન કર્યુ. જેના કારણે તેને પીડા ભોગવવાનો વારો આવ્યો. ઋષિએ પુત્રીના દોષ નિવારણનો ઉપાય સૂચવતા કહ્યું, કે ‘જો બ્રાહ્મણ પુત્રી ઋષિ પંચમીની આદર પૂર્વક પૂજા કરશે તો તેને સારું થઈ જશે'. ઋષિની આજ્ઞા અનુસાર બ્રાહ્મણની પુત્રીએ ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તેને બધા પાપોમાંથી મુક્તિ મળી.


સામાપાંચમે પૂજન વિધિ-
આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું જોઈએ. આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો. અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઉજવણું કરવું.


ઉજવણીના દિવસે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.
ત્યારબાદ નીચેના મંત્ર સાથે અર્ઘ્ય અર્પણ કરો
કશ્યપોત્રિર્ભરદ્વાજો વિશ્વામિત્રોથ ગૌતમ l
જમદગ્નિર્વિષ્ટાશ્ચ સપ્તતે hayષયah સ્મૃતા ॥
દહન્તુ પાપ મે સર્વમ્ ગ્રહન્નતવર્ગીય નમો નમ ॥॥