લખનઉઃ ભાજપ સાંસદ રીતા બહુગુણા જોશી હવે પુત્ર મયંક જોશીને લખનઉ કેન્ટથી ટિકિટ મળે તે માટે સાંસદનું પદ છોડવા માટે તૈયાર થઈ ગયા છે. તેમણે આ વિશે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને પોતાની વાત કહી છે. ભાજપે સાંસદોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે. પાર્ટીએ એક પરિવાર એક ટિકિટની જાહેરાત કરી છે. આ રીતે જોશીના પુત્રની ટિકિટ પર આશંકા છવાયેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રીતા બહુગુણા જોશીએ કહ્યું કે, એક પરિવારથી એક વ્યક્તિને ટિકિટના પાર્ટીના નિર્ણય વિશે જ્યારે જાણ થઈ તો મેં તે વિશે પત્ર લખ્યો છે. રીતાનું કહેવું છે કે જો કોઈ ચૂંટણી રાજનીતિમાં આવવા ઈચ્છે છે અને લાંબા સમયથી સમાજસેવા કરી રહ્યું છે તો તેને ટિકિટ આપવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. 


રીતા જોશીએ તે પણ કહ્યું કે મેં પહેલા જ 2024ની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. હવે હું સાંસદનું પદ છોડીને પાર્ટીનું કામ કરવા ઈચ્છું છું. રીતા બહુગુણાનું કહેવું છે કે જો વર્તમાન સાંસદના પુત્રને ટિકિટ આપવામાં સમસ્યા છે તો તે સાંસદનું પદ છોડવા તૈયાર છે. રીતા જોશી જે સીટ લખનઉ કેન્ટથી ટિકિટ માંગી રહ્યાં છે, તેના પર ભાજપમાં ઘણા દાવેદાર થઈ ગયા છે. 


રીતા બહુગુણા જોશીએ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. રીતાનું કહેવું છે કે તેમનો પુત્ર 2009થી રાજનીતિમાં સક્રિય છે અને લોકો માટે કામ કરી રહ્યો છે. તેવામાં તેમના પુત્ર મયંક જોશીને ટિકિટ મળવી જોઈએ. 


PM મોદીનો BJP કાર્યકરો સાથે સંવાદ, ખેડૂતો માટે કરી આ મોટી વાત


આ વચ્ચે ભાજપમાં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટોની વહેંચણીને લઈને મંથન ચાલી રહ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાનના આવાસ પર બેઠક ચાલી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે ત્રીજા અને ચોથા તબક્કા માટે બુધવારે ટિકિટોની જાહેરાત થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube