નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત કેસમાં બિહાર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સોગંદનામું દાખલ કર્યું. જેમાં મોટો ખુલાસો કરતા કહ્યું કે રિયા ચક્રવર્તી અને તેના પરિવારે પૈસા હડપવા માટે સુશાંતસિંહ રાજપૂત સાથે નીકટતા વધારી હતી. ત્યારબાદ જ્યારે સુશાંતનું મોત થઈ ગયું તો તેની માનસિક બીમારીની ખોટી કહાની ફેલાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર પોલીસ (Bihar Police) ના જણાવ્યાં મુજબ સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા માંગતા હતાં અને કર્ણાટકના કુર્ગમાં જમીન ખરીદીને ત્યાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હતાં. પરંતુ જ્યારે આ વાત રિયાને ખબર પડી તો તેણે સુશાંતને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધુ અને ધમકી આપી કે તે તેના મેડિકલ રિપોર્ટને મીડિયામાં જાહેર કરી દેશે. તે સાબિત કરી દેશે કે સુશાંત સિંહ રાજપૂત માનસિક રીતે બિમાર છે અને ત્યારબાદ તેને કોઈ પણ કામ મળશે નહીં. 


અત્રે જણાવવાનું કે રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતની સાથે તેના ફ્લેટમાં રહેતી હતી. પરંતુ આ વર્ષે 8 જૂનના રોજ કેશ, દાગીના, લેપટોપ અને ક્રેડિટ કાર્ડ લઈને તે સુશાંતનો ફ્લેટ છોડીને જતી રહી હતી. તેના ગયા બાદ સુશાંત સિંહ રાજપૂતે પોતાની બહેનને જણાવ્યું કે રિયાએ તેને ધમકી આપી છે કે જો તેણે રિયાને પૈસા  આપ્યા તો તે તેને ખોટા કેસમાં ફસાવી દેશે. રિયાના ઉત્પીડનથી કંટાળીને સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના રોજ ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. 


બિહાર પોલીસના જણાવ્યાં મુજબ સુશાંત સિંહ રાજપૂતની સારવાર કરી રહેલા ડોક્ટર પણ આ ષડયંત્રમાં સામેલ હતાં. સોગંદનામા મુજબ સુશાંત સિંહ રાજપૂતના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં એક વર્ષ પહેલા સુધી 17 કરોડ રૂપિયા હતાં. તેમાંથી 15 કરોડ રૂપિયા એવી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાયા કે જેને સુશાંત સાથે સીધો કોઈ સંબંધ નહતો. 


અત્રે જણાવવાનું કે પટણામાં નોંધાયેલી સુશાંત સિંહ મામલે એફઆઈઆરને મુંબઈમાં ટ્રાન્સફર કરવાની માગણી લઈને રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ દરમિયાન બિહાર સરકારે સીબીઆઈ  તપાસની ભલામણ કરી જે કેન્દ્રએ સ્વીકારી લીધી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube