નવી દિલ્હી: કાશ્મીર ઘાટીમાં એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાન્ડર રિયાઝ નાયકૂ માર્યો ગયો છે.  રિયાઝ નાયકૂના માથે 12 લાખનું ઈનામ હતું. આતંકી રિયાઝ નાયકૂને સુરક્ષાદળોએ આતંકીઓની સૌથી ખતરનાક શ્રેણી A++માં તેને રાખ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં કર્નલ મેજર સહિત 8 જવાનોની શહાદત બાદ સુરક્ષાદળોએ આતંકી વિરુદ્ધ મોટા ઓપરેશનની શરૂઆત કરી હતી. આ ઓપરેશન દરમિયાન  પુલવામા જિલ્લાના અવંતીપોરાના બેગપોરા વિસ્તારમાં અથડામણ વખતે મોસ્ટ વોન્ટેડ આતંકી હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકૂ ઠાર થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિયાઝ નાયકૂ ખુબ ઓછા સમયમાં હિજબુલનો મહત્વનો હિસ્સો બની ગયો હતો. પોલીસ ઓફિસરોના પરિવારના લોકોના અપહરણ, આતંકીઓના મોત પર બંદૂકોથી સલામી વગેરે તેણે જ શરૂ કર્યું હતું જેના કરાણે હિજબુલ વધુ ખતરનાક બની રહ્યું હતું. પોતાની છબીના કારણે નાયકૂએ અનેક કાશ્મીરી યુવકોને આતંકના રસ્તે ધકેલ્યા હતાં.  


રિયાઝ નાયકૂ પર 12 લાખનું ઈનામ
રિયાઝ નાયકૂના ખાતમાને કેમ આટલી મોટી વાત માનવામાં આવી રહી છે તો તેની પાછળનું કારણ એ છે કે તે કોઈ સામાન્ય આતંકી નહતો. સોશિયલ મીડિયાના ઉપયોગમાં આ હિજબુલ કમાન્ડર રિયાઝ નાયકૂ ધૂરંધર હતો. આ જ કારણ છે કે તેના પર 12 લાખનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube