લાલુનો વ્યંગ, `નીતીશ કુમાર ભુલી ગયા બાબુ જગજીવન રામનો સંદેશ`
લાલુ યાદવે નીતીશ કુમાર પર નીશાન સાધાત કહ્યું કે, જનતા સાથે નીતીશ કુમારે વિશ્વાસઘાત કર્યો છે જનતા તેમને જરૂર પાઠ ભણાવશે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019) માં આરજેડીના વડા લાલુ યાદવ ચૂંટણી મેદાનમાં નથી. તેઓ ચારા ગોટાળા મુદ્દે સજા કાપી રહ્યા છે. આ કારણે આરજેડી અને મહાગઠબંધનને તેમની ખોટ સાલી રહી છે. જો કે લાલુ યાદવ આ ચૂંટણીથી દુર પોતાનાં ટ્વીટર થકી વિરોધીઓ પર નિશાન સાધી રહ્યા છે. એકવાર ફરીથી તેમણે નીતીશ કુમાર પર વ્યંગ કર્યો છે.
રાફેલ પુનર્વિચાર અરજી મુદ્દે કેન્દ્રનું નવુ સોગંદનામુ, કાલે થશે સુનવણી
PM મોદીનો 'શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યુ', જૂઓ ZEE News પર આજે રાત્રે 8 કલાકે
લાલુ યાદવે કહ્યું કે, નીતીશ કુમારે લોકોની પીઠમાં છરો ભોક્યો છે. એટલા માટે જનતા તેમને મજા ચખાવશે. તેમણે કહ્યું કે, તેઓ ભુલી ગયા કે બાબુ જગજીવનરામે શું કહ્યું હતું. લાલુ યાદવે પોતાનાં ટ્વીટર પર લખ્યું છે કે, નીતીશ ભુલી ગયા કે બાબુ જગજીવન રામે કહ્યું હતું, લોકો પેટની લાત સહી શકે છે પરંતુ પીઠના મારનો વળતો જવાબ આપે છે. તમને જનતાની પીઠમાં જે છરો ભોંક્યો છે જનતા તેની મજા ચખાવશે.
તેજ બહાદ્દુરને સુપ્રીમનો ઝટકો, ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની અરજી અદાલતે ફગાવી
આ ટ્વીટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે લાલુ યાદવે નીતીશ કુમારને મહાગઠબંધનથી અલગ થવા મુદ્દે નિશાન સાધ્યું છે. નીતીશ કુમારે 2015માં જે મહાગઠબંધન મુદ્દે બિહારમાં સરકાર બનાવી હતી. પરંતુ ત્યાર બાદ લાલુ યાદવ પર ભ્રષ્ટાચારના આરોપો બાદ તેમણે મહાગઠબંધન છોડીને એનડીએ સાથે સરકાર બનાવી હતી.
VIDEO: લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે એક્ટિવ છે 'ગાલી ગેંગ'
ત્યાર બાદથી જ સતત આરજેડી નીતીશ કુમાર પર જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવી રહે છે. તેના માટે સતત ચેતવણી અપાઇ રહી છે કે તેમને જનતા આવતી વખતે જરૂર જવાબ આપશે. કારણ કે જનતાએ જે આધારે તેમને સરકાર બનાવવા માટે મતદાન આપ્યુંહ તું, તેમણે તેની વિરુદ્ધ જઇને સરકાર બનાવી અને કામ કર્યું છે.