RJD નેતાએ કોંગ્રેસ પર હારનું ઠીકરુ ફોડ્યું, કહ્યું- ચૂંટણી સમય રાહુલ શિમલામાં મનાવી રહ્યા હતા પિકનિક
શિવાનંદ તિવારીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી મહાગઠબંધન માટે વિઘ્ન બની ગઈ. કોંગ્રેસે 70 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ 70 રેલીઓ પણ ન કરી.રાહુલ ગાંધી બિહારમાં માત્ર ત્રણ દિવસ માટે આવ્યા.
પટનાઃ બિહારમાં રાજકીય તાપમાન ફરી વધવા લાગ્યું છે. પહેલા એનડીએમાં સુશીલ મોદીના ડેપ્યુટી સીએમ પદ પર ગ્રહણ લાગ્યુ, હવે આરજેડીના વરિષ્ઠ નેતા શિવાનંદ તિવારીએ કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે, રાહુલ ગાંધીની કાર્યશૈલીને કારણે ભાજપને મદદ મળી રહી છે.
શિવાનંદ તિવારીએ કહ્યુ કે, કોંગ્રેસ પાર્ટી મહાગઠબંધન માટે વિઘ્ન બની ગઈ. કોંગ્રેસે 70 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ 70 રેલીઓ પણ ન કરી.રાહુલ ગાંધી બિહારમાં માત્ર ત્રણ દિવસ માટે આવ્યા. પ્રિયંકા ગાંધી આવ્યા નહીં કારણ કે તેઓ બિહારથી એટલા પરિચિત નથી.
તેમણે કહ્યું કે, બિહારમાં રાજકીય માહોલ ગરમ હતો અને રાહુલ ગાંધી શિમલામાં પ્રિયંકા ગાંધીના ઘરે પિકનિક મનાવી રહ્યા હતા. શું પાર્ટી આમ ચાલે છે? કોંગ્રેસ પાર્ટી જે રીતે ચલાવવામાં આવી રહી છે, તેનાથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે.
ભાજપના તારકિશોર અને રેણુ દેવી ડેપ્યુટી CMની રેસમાં, સ્પીકર પણ પોતાના ઈચ્છે છે પાર્ટી
આરજેડી નેતાએ કહ્યુ કે, મને લાગે છે કે માત્ર બિહારમાં આમ નથી. અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસ વધુથી વધુ સીટો પર ચૂંટણી લડવા પર ભાર આપે છે, પરંતુ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહે છે. કોંગ્રેસે આ વિશે વિચારવુ જોઈએ.
તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ વીડિયો શેર કરતા શિવાનંદ તિવારીને અનુભવી નેતા ગણાવ્યા છે. કિરણ રિજિજૂએ ટ્વીટ કર્યુ, 'શિવાનંદ તિવારી ખુબ અનુભવી તથા વરિષ્ઠ રાજનેતા તથા આરજેડીના એક વરિષ્ઠ નેતા છે.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube