RJD ના પૂર્વ સાંસદ અને બાહુબલી શહાબુદ્દીનની હાલત ગંભીર, કોરોના સંક્રમણ બાદ હોસ્પિટલમાં દાખલ
કોરોના વયારસથી સંક્રમિત રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનના મોતની ખબરને તિહાડ જેલ પ્રશાસને અફવા ગણાવી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી સંક્રમિત રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનના મોતની ખબરને તિહાડ જેલ પ્રશાસને અફવા ગણાવી છે. ઉમરકેદની સજા કાપી રહેલા બાહુબલી શહાબુદ્દીનની દિલ્હીના પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની હાલત ગંભીર છે.
આઈસીયુમાં છે શહાબુદ્દીન
20 એપ્રિલના રોજ શહાબુદ્દીનના હાલત અચાનક બગડ્યા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થયાની જાણ થઈ હતી. લક્ષણો જોવા મળતા કોરોના તપાસ કરાવી અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ શાહબુદ્દીન તરત તિહાડ જેલના ડોક્ટરોની નિગરાણીમાં સોંપી દેવાયો. જો કે જ્યારે શાહબુદ્દીનની તબિયત ન સુધરી તો તેને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરાયો. તબિયત વધુ બગડતા શાહબુદ્દીનને આઈસીયુમાં રખાયો છે.
હત્યાના કેસમાં તિહાડ જેલમાં સજા કાપી રહ્યો હતો બાહુબલી
મોહમ્મદ શાહબુદ્દીન હત્યા કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. શાહબુદ્દીન વિરુદ્દ ત્રણ ડઝનથી વધુ કેસ ચાલુ હતા. 15 ફેબ્રુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટે તેને બિહારની સીવાન જેલથી તિહાડ લાવવાનો આદેશ આપ્યો હતો.
Coronavirus: આજથી આ 6 રાજ્યોમાં જ 18+ લોકોના રસીકરણની શરૂઆત, જાણો વધુ વિગતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube