Coronavirus: આજથી આ 6 રાજ્યોમાં જ 18+ લોકોના રસીકરણની શરૂઆત, જાણો વધુ વિગતો
Trending Photos
નવી દિલ્હી: દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત ભારતમાં 16 જાન્યુઆરીના રોજ થઈ હતી. શરૂઆતના 100 દિવસમાં લગભગ 14 કરોડથી વધુ લોકોને દેશમાં રસી અપાઈ ચૂકી છે. કેન્દ્ર સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની યોજનાઓ મુજબ રસીકરણ અભિયાન ચાલુ છે. કોરોના વાયરસ મહામારી સામેના યુદ્ધમાં આજે 1 મેની તારીખ અનેક રીતે ખાસ છે.
આજથી ફક્ત 6 રાજ્યોમાં જ શરૂઆત
ટીઓઆઈના રિપોર્ટ મુજબ આજથી શરૂ થયેલી આ મુહિમમાં છ રાજ્ય જ 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ કરી શકશે. અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ આયુ વર્ગ માટે કેટલાક દિવસો સુધી રસીકરણના કાર્યક્રમને સ્થગિત કર્યો છે. કારણ કે તેઓ રસીની કમીને લઈને અસમર્થતા જતાવી ચૂક્યા છે.
કેટલાક જિલ્લાઓ સુધી જ સિમિત છે યૂથ પ્રોગ્રામ
જે છ રાજ્યોમાં આજથી 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ શરૂ થઈ રહ્યુ છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને ઓડિશા સામેલ છે. જો કે આ અભિયાન કેટલાક જિલ્લાઓ સુધી જ સિમિત રહેશે. કોરોનાની બીજી લહેર દરમિયાન ગત મહિને એપ્રિલમાં ભારતે કોરોનાના દૈનિક કેસ મામલે અમેરિકાને પણ પાછળ છોડી દીધુ.
દેશમાં ઓક્સિજન, બેડ અને દવાઓની અછતના હાહાકાર વચ્ચે દુનિયાભરથી ભારત માટે મેડિકલ મદદ પહોંચવા લાગી છે. આશા છે કે દેશમાં જલદી કોરોનાના હાલાત કાબૂમાં થશે. આજે જ દેશમાં રશિયાની રસી સ્પૂતનિક વીની પહેલી ખેપ પણ પહોંચશે.
મહારાષ્ટ્રને 3 લાખ રસી
દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રને 1 મેથી નવા તબક્કા માટે શુક્રવારે ત્રણ લાખ રસી આપવામાં આવી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે 18-44 આયુવર્ગમાં બધાને રસીકરણ કરાશે. પરંતુ આ અભિયાન રસીની ઉપલબ્ધતા પ્રમાણે આગળ વધશે. આ બધા વચ્ચે પુણે, મુંબઈ અને થાણા જિલ્લામાં રસીના 20000 ડોઝ એટલે કે સૌથી મોટો હિસ્સો મળ્યો છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં 3000થી લઈને 10,000 ડોઝ નવા તબક્કાની શરૂઆત માટે આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના જણાવ્યાં મુજબ અમે શરૂઆતમાં આ આયુવર્ગના રસીકરણને નાના પાયે શરૂ કરવાની યોજના બનાવી છે. કારણ કે હાલ પ્રદેશમાં રસીની અછત છે.
ગુજરાતમાં ગુજરાત દિન પર વિનામૂલ્યે વેક્સીનેશન શરૂ
આજે ગુજરાત સ્થાપના દિવસ પર ગુજરાતમા વેક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયો છે. જેમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં આવશે. ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે આજે 1 મેથી ગુજરાતમાં વેક્સીનેશન (vaccination)નો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે મોટી સંખ્યામાં જાગૃત લોકો વેક્સીન લેવા સેન્ટર પર પહોંચી ગયા છે. રાજ્યના કોરોનાનું વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાઓમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતમાં આજથી યુવાનોના વેક્સીનેશનનો આરંભ થઈ ગયો છે.
ગુજરાત સરકારે રાજ્યના લોકોને નિશુલ્ક રસી લગાવવા માટે પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટને 2 કરોડ વેક્સીનનો તથા ભારત બાયોટેકને 50 લાખ વેક્સીનનો ઓર્ડર આપ્યો છે. આ તમામ વેક્સીન સ્વદેશી છે. જે ભારતીય કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે.
આ 10 જિલ્લામાં આજથી વેક્સીનેશન
આજે ગુજરાતના સ્થાપના દિવસે સવારે 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સીન આપવાનું શરૂ કરાયું છે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સીન મળશે.
યુવાઓની રસીકરણ ડ્રાઈવ
દેશમાં આજથી 18થી 44 વર્ષના સમૂહ માટે રસીકરણ શરૂ થઈ રહ્યું છે. આ નવા તબક્કા માટે 28 એપ્રિલથી આરોગ્ય સેતુ એપ, ઉમંગ એપ અને કોવિન એપ પર યુવાઓના રસીકરણ અભિયાનના રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ દેશમાં રસીકરણના રસ્તામાં હાલ સૌથી મોટી સમસ્યા રસીની ઉપલબ્ધતાને લઈને છે. કેન્દ્ર સરકાર રસીકરણના દાયરના વધારવા માટે 18+ વાળા લોકોને સામેલ તો કરી ચૂકી છે પરંતુ અનેક રાજ્યો રસીની ઉપલબ્ધતાનો હવાલો આપીને અસમર્થતા વ્યક્ત કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે