નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ બેઠકો પર ઉમેદવારી પર અનેક નેતાઓની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ લેતી નથી. બિહારની દરભંગા લોકસભા બેઠક માટે હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા નેતા કિર્તી આઝાદે દાવો ઠોક્યો હતો. પરંતુ હવે દરભંગા બેઠક પર પહેલા કોંગ્રેસના ધારાસભ્યે પાર્ટીને અબ્દુલ બારી સિદ્દીકીને ઉતારવાની વાત કરી હતી. ત્યાં આરજેડીએ વીઆઈપી પાર્ટીના મુકેશ સહાનીને આપવાની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019: BJPના ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર થઈ શકે, આ છે સંભવિત ઉમેદવારો 


વાત જાણે એમ છે કે દરભંગા અને મધુબની સીટ પર કોંગ્રેસ અને આરજેડી વચ્ચે મામલો ગૂંચવાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય ભાવના ઝાએ કહ્યું છે કે મધુબની સીટ માટે શકીલ અહેમદ પ્રબળ દાવેદાર છે આથી આ સીટ તેમને આપી દેવી જોઈએ. જ્યારે દરભંગા સીટ પર ટિકિટ અબ્દુલ બારી સિદ્દીકીને આપવાની વાત કરી. કિર્તી આઝાદને તેમણે મોટો ચહેરો ગણાવીને બીજે ક્યાંકથી ચૂંટણી લડવાની સલાહ આપી. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું છે કે કિર્તી આઝાદની દરભંગા બેઠક તેમની પાસેથી છીનવાઈ શકે છે. 


હવે આરજેડીએ પણ કિર્તી અઝાદાને દરભંગા બેઠક પરથી ચૂંટણી ન લડવાની સલાહ આપી છે. આરજેડીના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યું છે કે દરભંગા બેઠક પર મુકેશ સાહની પ્રબળ દાવેદાર છે. કિર્તી આઝાદ એક મોટો ચહેરો છે અને તેઓ ગમે ત્યાંથી ચૂંટણી લડી શકે છે. તેમની પત્નીએ તો દિલ્હીથી ચૂંટણી લડી છે. 


લોકસભા ચૂંટણી 2019: મોડી રાત સુધી ચાલી BJPની બેઠક, પટણા સાહિબથી 'શોટગન'નું પત્તુ કપાયું-સૂત્ર


શિવાનંદ તિવારીએ કહ્યું કે મતોના સમીકરણ મુજબ મુકેશ સાહનીને તક આપવામાં આવે તો આ બેઠક સરળતાથી જીતી શકાય તેમ છે. જો કે કિર્તી આઝાદ પણ સીટ જીતી શકે છે પરંતુ તેઓ ચર્ચિત ચહેરો છે આથી કોઈ પણ બેઠક જીતી શકે છે. 


હવે આરજેડીએ પણ કિર્તી આઝાદને દલભંગા બેઠક ન આપવાની વાત કરી છે. આવામાં કિર્તી આઝાદ માટે દરભંગા બેઠક પર ચૂંટણી લડવી મુશ્કેલ મનાઈ રહ્યું છે. મહાગઠબંધનમાં પણ તમામ પક્ષોને સાથે લઈને ચાલવાની વાત પર બની શકે કે મુકેશ સહાનીને દરભંગા બેઠક આપવામાં આવી શકે. આ બાજુ મુકેશ સાહનીએ પણ કહ્યું કે જો તેમને દરભંગા સીટ ન મળી તો તેઓ માત્ર ચૂંટણી પ્રચાર જ કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV