પટના :આજે 11 કલાકે બીજેપી પોતાનું સંકલ્પ પત્ર રજૂ કરવા જઈ રહ્યું છે, ત્યારે આરજેડીએ બીજેપીના બે કલાક પહેલા જ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. પાર્ટીએ તેને ‘પ્રતિબદ્ધતા પત્ર’ એવુ નામ આપ્યું છે. તેજસ્વી યાદવે પટના સ્થિત આરજેડી કાર્યાલયમાં સંકલ્પ પત્ર જાહેર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશ કોઈની લિગસી નથી
આ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે, દેશ કોઈની લિગસી નથી, અમારા પ્રયાસો રહેશે કે દરેક થાળીમાં રોટલી અને હાથમાં પેન હોય. સાથે જ તેજસ્વી યાદવે કહ્યું કે, અમે કોંગ્રેસની ન્યાય યોજના સાથે પૂરી રીતે સહમત છીએ અને અમે તેનું સમર્થન કરીએ છીએ. દરેક ઘરમાં વિકાસ પહોંચાજવુ અમારું લક્ષ્યાંક છે. 


પ્રમોશનમાં આરક્ષણ
આરજેડીએ સંકલ્પ પત્રમાં આરક્ષણ પર પણ વાત કરીને એમ કહ્યું કે, વસ્તીના હિસાબે આરક્ષણ હશે. સરકારી નોકરીમાં પ્રમોશનમાં આરક્ષણનો પ્રસ્તાવ લાવવામાં આવશે. અમે મંડળ કમિશનના તમામ સઝેશનને 200 પોઈન્ટ રોસ્ટરને લાગુ કરીશું.


એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ


તાડી પરથી હટશે પ્રતિબંધ
આરજેડીએ પોતાના સંકલ્પ પત્રમાં કહ્યું કે, જો બિહારમાં તેમની સરકાર બને છે, તો તાડી પરથી પ્રતિબંધ હટાવવામાં આવશે. લાલુ યાદવ જ્યારે મુખ્યમંત્રી હતા, તો તાડી પર ટેક્સ ફ્રી હતું. ઉલ્લેખનીય છે કે, બિહારમાં દારુબંધીને કારણે મિશ્રિત તાડી પર પ્રતિબંધ છે.


સર્વણ આરક્ષણ
સવર્ણ આરક્ષણ પર નિવેદન આપતા તેજસ્વી યાદવે કહ્યું કે, મુખ્ય મુદ્દો ગરીબી છે. પછી તે સવર્ણ હોય કે પછી દલિત. તેમણે આરક્ષણ મળવુ જોઈએ. 


લોકસભા ચૂંટણી: આજે BJP જાહેર કરશે 'સંકલ્પ પત્ર', PM મોદી અને અમિત શાહ રહેશે હાજર


પ્રાઈવેટ ક્ષેત્રોમાં આરક્ષણ
આરજેડીએ ઘોષણા પત્રમાં કહ્યું કે, જો સરકાર બને છે તો પ્રાઈવેટ ક્ષેત્રોમાં પણ આરક્ષણને લાગુ કરવામાં આવશે અને સાથે જ સરકારમાં બાકી રહેલા પદોને પણ જલ્દી ભરવામાં આવશે.


પલાયન રોકશે
ઘોષણા પત્રમાં કહેવાયુ કે, જો સરકાર તેમની બને છે, તો અમે રાજ્યમાં એવી પરિસ્થિતિ લાવીશું કે, બિહારના લોકોને બિહારની બહાર રોજગાર માટે જવુ ન પડે.


ચોટીલા : એક્શન સ્ટંટની જેમ 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી કાર, 3ના ઓન-ધ-સ્પોટ મોત


કોંગ્રેસને સમર્થન
તેજસ્વી યાદવે ઘોષણાપત્રની જાહેરાત સાથે કહ્યું કે, અમે કોંગ્રેસની ન્યાય યોજના સાથે પૂરી રીતે સહમત છીએ. તેનું સમર્થન કરીએ છીએ. દરેક ઘરમાં વિકાસ પહોંચાડવો અમારો લક્ષ્યાંક છે. અમે તેના માટે પૂરી રીતે પ્રતિબદ્ધ છીએ.