શું કૈરાના ફોરમ્યુલામાં RLDને એન્ટ્રી મળશે ખરી? માયાવતી-અખિલેશ બપોરે લેશે નિર્ણય
રાષ્ટ્રીય લોક દળ (રાલોદ) ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવની આ મુલાકાત દિલ્હીમાં થવાની હતી, પરંતુ હવે આ બેઠક લખનઉમાં બપોરે એક વાગ્યે થવાની છે. તેના બાદ બંને નેતા બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરશે.
નવી દિલ્હી : યુપીમાં એસપી-બીએસપી ગઠબંધનમાં આરએલડીના સામેલ થવાને લઈને આજે નિર્ણય લેવાઈ શકે છે. બંને નેતાઓના કાર્યક્રમમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે. પહેલા રાષ્ટ્રીય લોક દળ (રાલોદ) ના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવની આ મુલાકાત દિલ્હીમાં થવાની હતી, પરંતુ હવે આ બેઠક લખનઉમાં બપોરે એક વાગ્યે થવાની છે. તેના બાદ બંને નેતા બસપા સુપ્રીમો માયાવતી સાથે મુલાકાત કરશે. સૂત્રોનું કહેવું છે કે, આરએલડી એસપી-બીએસપી ગઠબંધનમાં ચાર લોકસભા સીટની માંગ પર અડી છે. છેલ્લી વાતચીતમાં ગઠબંધનની ફોમ્યુલા આજે 16 જાન્યુઆરીના રોજ નક્કી થશે.
RSSના વિચારો સાથે હું સહમત નથી, પરંતુ તેમના કમિટમેન્ટનો પ્રશંસક છું: નીતિશકુમાર
સપા-બસપા ગઠબંધનથી પહેલા માનવામાં આવી રહ્યું હતું કે, અજીત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોક દળ (રાલોદ)ને પણ તેમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાલોદ ગઠબંધનમાં પાંચ-છ સીટ પોતાના માટે માંગી રહ્યું હતું. પરંતુ તે છતાં જ્યારે માયાવતી અને અખિલેશે ગઠબંધનની જાહેરાત કરી તો કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ માટે બે સીટ છોડ્યા બાદ 38-38 સીટ પર ઈલેક્શન લડવાની જાહેરાત સપા-બસપાએ કરી હતી. આ રીતે બાકી દળો માટે બે સીટ જ ગઠબંધન દ્વારા બાકી રખાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગંઠબંધને આ બે અન્ય સીટ રાલોદ માટે છોડી હતી, પરંતુ રાલોદ હવે તેનાથી સંતુષ્ટ નથી.
સપા નેતા અખિલેશ યાદવ અને રાલોદ નેતા જયંત ચૌધરીની આજે થનારી મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા સંભવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કૈરાના ફોરમ્યુલા અંતર્ગત એક સીટ રાલોદને વધુ એક સીટ આપવામાં આવી શકે છે. કૈરાના લોકસભા ઉપચૂંટણી સમયે સપા અને રાલોદની વચ્ચે જે તાલમેળ થયું હતું, તે અંતર્ગત કૈરાનામાં રાલોદના ઈલેક્શન ચિન્હ પર સપા ઉમેદવારે ઈલેક્શન લડ્યુ હતું. તેને જ કૈરાના ફોરમ્યુલા કહેવામાં આવે છે.
VIDEO: આ ભાજપવાળાઓને તો દોડાવી દોડાવીને મારીશું- BSP નેતાનું વિવાદિત નિવેદન
ગઠબંધનમાં રાષ્ટ્રીય લોકદળ (રાલોદ)ને મોં માંગી સીટ ન મળ્યા બાદ પાર્ટીના નેતા હતાશ થયા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, હાલ ગઠબંધનમાં સામેલ નેતાઓ સાથે વાત કરવામાં આવશે અને અમને અમારો હક મળશે. રાલોદના વરિષ્ઠ નેતા મસૂદ અહેમદ કહી ચૂક્યા છે કે, રાલોદ હાલ પણ ગઠબંધનમાં છે, અમારા ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ થોડા દિવસો પહેલા અખિલેશ યાદવ પાસેથી છ સીટ માંગી હતી. હાલ અમે આશાવાદ છીએ. અમારા નેતા જયંત ગઠબંધનના નેતાઓ સાથે વાતચીત કરશે અને અમને અમારો હક મળશે. તેમણે કહ્યું કે, એક સપ્તાહમાં બધુ જ ક્લિયર થઈ જશે અને અમને આશા છે કે, ગઠબંધનના નેતા અમારી માંગ પર વિચાર કરશે.
ફરી પાછો બુરાડીકાંડ, મુંબઈમાં જોવા મળ્યો અત્યંત ડરામણો અને હચમચાવી નાખે તેવો કિસ્સો
રાલોદના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ દૂબેએ કહ્યું કે, ગઠબંધનની સીટ નક્કી થઈ ગઈ છે. અમારી વાતચીત હજી ચાલી રહી છે. સીટનો કોઈ મુદ્દો નથી. સીટ નીકળી જ જશે. અમારો હેતુ બીજેપીને હરાવવાનો છે. જે માટે સૌને સાથ આવવું જરૂરી છે. સમર્પણ પણ છે, ત્યાગ પણ છે. પણ તે સન્માનજનક હોવું જોઈએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત શનિવારે ગઠબંધનની ઔપચારિક જાહેરાત બાદ બંને દળોના અધ્યક્ષ અખિલેશ યાદવ અને માતાવતી આગામી સપ્તાહમાં એ નક્કી કરશે કે કોણ કઈ સીટ પરથી ઈલેક્શન લડશે. સાથે જ બંને દળ ઈલેક્શન અભિયાનની રૂપરેખા પણ જલ્દી જ નક્કી કરશે.