જૌનપુરઃ જૌનપુરમાં 1123 કરોડના ખર્ચથી બનનાર ત્રણ રાષ્ટ્રીય રાજમાર્ગોનો શિલાન્યાસ કરતા નીતિન ગડકરીએ દાવો કર્યો કે, જો પ્રદેશમાં યોગી આદિત્યનાથ બીજીવાર ચૂંટાયને આવે છે તો પ્રદેશના રસ્તા અમેરિકન સ્ટાન્ડર્ડના બનાવવામાં આવશે. ગડકરીએ તે પણ કહ્યુ કે હું માત્ર બોલતો નથી, કરીને દેખાડુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન આયોજીત જનસભાને સંબોધિત કરતા નીતિન ગડકરીએ પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ખુબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, યોગી જીએ યૂપીથી ગુંડારાજને ખતમ કરી દીધુ છે. માફિયારાજને બુલડોઝર નીચે દબાવી દીધુ છે. જો રામરાજ્યની પરિકલ્પના કરવામાં આવે તો આજે યૂપીમા તેનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, આજે આખો દેશ યોગી આદિત્યનાથને આ વાત માટે યાદ કરે છે કે તેમણે યૂપીને માફિયાઓને મુક્તિ અપાવીને પ્રદેશને વિકાસના માર્ગ પર લાવી દીધો છે. તેમણે યૂપીને નવી ઓળખ અપાવી છે. 


આ પણ વાંચોઃ નીરવ મોદી અને વિજય માલ્યાની સંપત્તિ વેચીને કેટલા રૂપિયા વસૂલ થયા? સરકારે સંસદમાં આપી જાણકારી


યુરોપીયન નહીં હવે અમેરિકન સ્ટાન્ડર્ડના રસ્તા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકોને કહ્યુ કે, હું તમને વચન આપુ છું અને વિશ્વાસ અપાવુ છું કે યૂપીના રસ્તા યુરોપીયન સ્ટાન્ડર્ડ જ નહીં, પરંતુ અમેરિકા જેવા હશે. હું ખોટુ નથી બોલકો, કરીને દેખાડીશ. પરંતુ તે માટે કેન્દ્રીય મંત્રીએ જનતાને એકવાર ફરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીતાડવાની અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રીના દાવાથી યૂપીનો રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. હકીકતમાં યોગી સરકારે પણ રોડ નેટવર્કને મજબૂત કરવાની દિશામાં કામ કર્યું છે. તેના પર મંત્રીના નિવેદનની ચર્ચા થઈ રહી છે. 


આગામી 5 વર્ષમાં 5 લાખ કરોડના કામ
કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે જો ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર એકવાર ફરી બને છે તો આગામી 5 વર્ષમાં પ્રદેશમાં 5 લાખ કરોડના કામ થશે. પથ પરિવહન અને રાજમાર્ગને સારા બનાવવાની દિશામાં મંત્રીએ પોતાની જાહેરાત પર પૈસાની ઉપલબ્ધતા જેવા સવાલોનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મારી પાસે મંત્રાલય એવું પણ છે, જ્યાં પૈસાની કોઈ કમી નથી. પ્રદેશ માંગતા-માંગતા થાકી જશે, પરંતુ અમે આપતા-આપતા થાકીશું નહીં. હું વચન આપુ છું કે પ્રદેશમાં ડબલ એન્જિનની સરકાર આવવા દો, અહીં 5 લાખ કરોડના કામ થશે. 


આ પણ વાંચોઃ લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ, આધાર કાર્ડ સાથે જોડાશે ચૂંટણી કાર્ડ


જે બોલીએ તે કરીને દેખાડીએ છીએ
નીતિન ગડકરીએ સ્પષ્ટ કહ્યુ કે અમે જે બોલીએ તે કરીને દેખાડીએ છીએ. હું ખોટુ નથી બોલતો, કરીને દેખાડીશ. ઉત્તર પ્રદેશના રસ્તા અમેરિકા જેવા બનશે. તેમણે કહ્યું કે, જે દિવસે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો તે દિવસે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. આ મંદિર માટે આંદોલન કર્યું. અમે લોકોએ તેના માટે કેટલો માર ખાધો. હવે ત્યાં ઐતિહાસિક કામ થઈ રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube