નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના (Priyanka Gandhi) પતિ રોબર્ટ વાડ્રા કોરોના વાયરસથી સંક્રમિત (Robert Vadra tests positive for Covid-19) થયા છે. ત્યારબાદ પ્રિયંકા ગાધીએ પણ પોતાને સેલ્ફ આઇસોલેટ (Priyanka Self Isolate) કર્યા છે. જો કે, પ્રિયંકા ગાંધીનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ ડોક્ટરની સલાહ બાદ તેમણે પોતાને વિધાનસભા ચૂંટણીને લઇને જાહેર પ્રચારથી દૂર રાખવાનું નક્કી કર્યું છે.


પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તાઓથી માંગી માફી
પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi) ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે, કોરોના વાયરસ રિપોર્ટ (Corona Virus Report) નેગેટિવ આવ્યો છે, પરંતુ ડોક્ટરોની સલાહ પર તેમણે પોતાને સેલ્ફ આઇસોલેટ (Self Isolate) કર્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, આ કારણથી તેઓ આસામ, કેરળ અને તમિલનાડુમાં (Tamil Nadu) ચુંટણી પ્રચારમાં ભાગ લઇ શકશે નહીં. તેના માટે તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓ (Congress Activist) અને જનતા પાસે માફી માંગી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube