નવી દિલ્હી : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા વિદેશમાં સંપત્તી ખરીદવામાં મની લોન્ડરિંગ અંગેનાં વધારે એક કેસમાં શનિવારે ત્રીજી વખત ઇડી સમક્ષ હાજર થયા હતા. રોબર્ટ વાડ્રાની ઇડીએ 8 કલાક સુધી પુછપરછ કરી હતી. વાડ્રા દિલ્હીના જામનગર હાઉસ ખાતે કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફીસમાં પોતાના ખાનગી વાહન દ્વારા સવારે 10.45 વાગ્યે પહોંચ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ અધિકારીને વાડ્રાને સવાલ પુછવામાં હતા માટે તેમને શનિવારે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. આ અગાઉ તેમને 6 અને 7 ફેબ્રુઆરીએ પુછપરછ કરવામાં આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 ફેબ્રુઆરીએ જયપુરમાં થશે પુછપછ
રોબર્ટ વાડ્રા સામે ઇડીએ ત્રણ દિવસમાં આશરે 24 કલાક પુછપરછ કરી છે. ત્યાર બાદ 12 ફેબ્રુઆરીએ વાડ્રા અને તેનાં માં મૌરીનને જયપુર ખાતેની ઓફીસમાં પુછપરછ માટે રજુ થવાનું છે. જયપુરમાં તેઓ ઇડીની સામે બીકાનેર કોલાયતમાં થયેલા જમીન ખરીદી મુદ્દે ઇડી સમક્ષ પોતાની રજુઆત કરશે. વાડ્રાની પહેલી પુછપરછ આશરે પાંચ કલાક અને બીજી વખતની પુછપરછ 10 કલાક સુધી ચાલી હતી.

લંડનમાં સંપત્તી ખરીદવામાં મનિલોન્ડ્રીંગનો દાવો
માનવામાં આવી રહ્યું છે કે, ગત્ત વખતે પુછપરછ દરમિયાન વાડ્રાની સમક્ષ તે દસ્તાવેજો રજુ કરવામાં આવ્યા હતા જે એજન્સીએ તપાસ દરમિયાન પ્રાપ્ત કર્યા હતા. તેમાં ફરાર સંરક્ષણ ડીલર સંજય ભંડારી અંગેના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે. અધિકારીક સુત્રોએ કહ્યું કે, વાડ્રાએ તપાસ અધિકારી સમક્ષ દસ્તાવેજ શેર કરવાનું કહ્યું છે જ્યારે તેમને વધારે દસ્તાવેજ મળશે તો તેઓ સોંપશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે લંડનમાં 12 બ્રાયનસ્ટન સ્કવેર પર 19 લાખ પાઉન્ડ (બ્રિટિશ પાઉન્ડ)ની સંપત્તી ખરીદીમાં કથિત રીતે મની લોન્ડ્રિંગ સંબંધ છે. આ સંપત્તી કથિત રીતે રોબર્ટ વાડ્રાની છે.