મુરાદાબાદમાં લાગ્યા રોબર્ટ વાડ્રાના ચૂંટણી લડવાના પોસ્ટર, લખ્યું- ‘તમારૂ સ્વાગત છે’
વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે.
મુરાદાબાદ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બાદ શું તેમના પતિ રોબર્ટ વાડ્રા પણ રાજકીય મેદનમાં એન્ટ્રી કરશે? આ સવાલ હાલમાં રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીના સવાલો વચ્ચે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવા પોસ્ટર લાગ્યા છે, જેણે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુરાદાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેમને ચૂંટણી લડવાની ઓફર કરી છે. યૂથ કોંગ્રેસ તરફથી મુરાદાબાદમાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેના પર લખવામાં આવ્યું છે કે, રોબર્ટ વાડ્રાજી મુરાદાબાદ સંસદીય બેઠકથી ચૂંટણી લડવા માટે તમારૂ સ્વાગત છે.
વધુમાં વાંચો: ‘કારગીલ યુદ્ધની યોજના બનાવનારે આ વિચારી મોટી ભૂલ કરી કે ભારત જવાબ આપશે નહીં’
પોસ્ટર પર રાહુલ અને સોનિયાની પણ તસવીર
મુરાદાબાદમાં રોબર્ટ વાડ્રાની ચૂંટણી લડવાના આ પોસ્ટર્સ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની પણ તસવીરો લગાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે, રોબર્ટ વાડ્રાના ચૂંટણી મેદાનમાં ઉતરવાના આ પોસ્ટર તે સમયે લગાવવામાં આવ્યા છે, જ્યારે તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વધુમાં વાંચો: પુલવામા હુમલો: NIAને મળ્યું અત્યંત મહત્વનું CCTV ફૂટેજ, 'આ' કામ કરતો જોવા મળ્યો આતંકી આદિલ
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...