પુલવામા હુમલો: NIAને મળ્યું અત્યંત મહત્વનું CCTV ફૂટેજ, 'આ' કામ કરતો જોવા મળ્યો આતંકી આદિલ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જવાનો શહીદ થયાં. આ હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સી એનઆઈએને મહત્વનો પુરાવો મળી આવ્યો છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ એજન્સી પાસે એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે. 

પુલવામા હુમલો: NIAને મળ્યું અત્યંત મહત્વનું CCTV ફૂટેજ, 'આ' કામ કરતો જોવા મળ્યો આતંકી આદિલ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલાની એક બસ પર આત્મઘાતી હુમલો થયો જેમાં 40 જવાનો શહીદ થયાં. આ હુમલાની તપાસ કરી રહેલી તપાસ એજન્સી એનઆઈએને મહત્વનો પુરાવો મળી આવ્યો છે. એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ એજન્સી પાસે એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે. જેમાં આતંકી હુમલાને અંજામ આપનારો જૈશ એ મોહમ્મદનો આતંકી આદિલ અહેમદ ડાર ઈકો કાર ચલાવતો જોવા મળી રહ્યો છે. એનઆઈએને આ ફૂટેજ ઘટનાસ્થળેથી થોડે દૂર નેશનલ હાઈવે પરથી મળી આવ્યું છે. જેમાં આદિલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. 

એનઆઈએના સૂત્રોના જણાવ્યાં મુજબ સીઆરપીએફના કાફલા પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલી ઈકો કારને આતંકી આદિલ ચલાવી રહ્યો છે. વીડિયો ફૂટેજના આધારે એનઆઈએ દ્વારા આ ઈકો કારના માલિકની ઓળખ પણ  કરી લેવાઈ છે. પરંતુ કારનો માલિક હુમલાના દિવસથી જ ફરાર છે. એજન્સી હાલ તેને શોધી રહી છે. 

NIAએ સંભાવના વ્યક્ત કરી છે કે હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ઈકો કાર 2010-11નું મોડલ હોઈ શકે છે. હુમલામાં માટે તેને ફરીથી કલર કરવામાં આવી હતી. હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચેલી એનઆઈએને ત્યાંથી એક કેન પણ મળ્યું છે. જે મુજબ કેનમાં 30 કિગ્રા આરડીએક્સ રાખવામાં આવ્યું હતું. અત્રે જણાવવાનું કે એજન્સીને ઘટનાસ્થળેથી કારના શોક ઓબ્ઝોર્વર પણ મળ્યા હતાં. જેના દ્વારા ટીમ કારના નિર્માણનું વર્ષ જાણવાની કોશિશ કરી રહી છે. 

આ ઉપરાંત એનઆઈએ ટીમ આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના આતંકી આદિલ અહેમદ ડારના પરિવારજનોના ડીએનએ સેમ્પલ પણ લેવાની છે. આ સેંમ્પલોને ઘટનાસ્થળેથી મળેલા લોહીના નમૂના સાથે ચકાસવામાં આવશે. એનઆઈએને તેનાથી એ જાણવા મળશે કે હુમલામાં સામેલ આતંકી કારમાં એકલો હતો કે પછી તેની સાથે કોઈ હતું. 

અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આતંકીઓએ વિસ્ફોટકોથી લદાયેલી કારને કાફલાની એક બસ સાથે અથડાવી હતી. ત્યારબાદ થયેલા ભીષણ વિસ્ફોટમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની તપાસ એનઆઈએ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news